15 ઓગસ્ટ બાદ ગુજરાતમાં કયા તબાહી મચાવશે મેઘરાજા? તારીખ સાથે પરેશ ગોસ્વામીની ઘાતક આગાહી

Weather Expert Paresh Goswami Forecast: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ઓગસ્ટમાં 17થી 20 તારીખ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. 15 સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. 

1/7
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગેનું અનુમાન કર્યુ છે. દેશના ઉત્તરીય ભાગોમાં ચોમાસુ સંપૂર્ણપણે સક્રિય છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ અને હિમાચલના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં 10 ઓગસ્ટ બાદ ફરી સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આ રાઉન્ડમાં સારા વરસાદનું અનુમાન છે. તો સૌરાષ્ટ્રના દરિયકાંઠાના વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે. 

2/7
image

ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે આગાહી કરી છે 11 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં હળવા વરસાદ ઝાપટા આવશે. સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તાર વરસાદ આવી શકે છે. ૧૫ ઓગસ્ટથી સામુદ્રિક સ્થિતિ સાનુકુળ બની રહી છે. બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે. પૂર્વ મધ્યપ્રદેશથી ગુજરાતમાં વરસાદ લાવશે. ૧૯ ઓગસ્ટથી ૨૨ ઓગસ્ટ ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો માં ભારે થી અતિભારે વરસાદ લાવશે. જૂનાગઢ, અમરેલી, ભાવનગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.  

નદીઓમાં પૂરની શક્યતા વ્યક્ત કરી

3/7
image

અંબાલાલ પટેલે ઓગસ્ટમાં મહિનામાં વરસાદ ભૂક્કા બોલાવશે. તેમના જણાવ્યા અનુસાર, 15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસું સિસ્ટમ સક્રિય થશે. અરબ સાગરમાં સાયકલોનની સર્ક્યુલેશનના કારણે અરબ સાગર પર સક્રિય થશે અને 22 ઓગસ્ટ સુધી  દક્ષિણ સોરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.  કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ૨૨ થી ૨૪ ઓગસ્ટ પર્વતારોહણ મેઘ બનશે જ્યાં ચઢશે ત્યાં વધારે વરસાદ લાવશે. પર્યુષણમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગણેશ ચતુર્થી આસપાસ કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે.

એક મજબૂત સિસ્ટમ બનશે

4/7
image

અંબાલાલ પટેલે જણાવ્યું કે 17મી ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે જેનો ટ્રેક મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના ભાગોમાં આવતા તારીખ 20 ઓગસ્ટથી ઓગસ્ટના અંતમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતા કોઈ ભાગોમાં પૂરની સ્થિતિ રહેશે. 12 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા વધવાની શક્યતા રહેશે. 19 થી 22માં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 

5/7
image

15 ઓગસ્ટ આસપાસ ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટાં પડે પરંતુ સૂર્ય મઘા નક્ષત્રમાં આવતા 17 ઓગસ્ટથી નક્ષત્ર અનુવાદ દેડકો છે. એટલે ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 18 થી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે. મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાક અને લોકો ભૂગર્ભમાં પણ સંગ્રહ કરતા હતા. જુલાઈમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. પરંતુ ઓગસ્ટમાં હળવા વરસાદની જ આગાહી કરવામાં આવી છે.   

6/7
image

જો ફરી વરસાદી રાઉન્ડ આવે તો આ કાર્યો અધૂરા રહી શકે છે. આ વરસાદી સિસ્ટમ 10 ઓગસ્ટના બંગાળની ખાડીમાં બનશે, ત્યારબાદ તેમનો ટ્રેક નક્કી થયા બાદ આગળના વરસાદના રાઉન્ડ વિશે ચોક્કસ જાણકારી મળી શકે છે. જોકે ખેતકાર્યો સમયસર પુરા કરવા ખેડૂતોને અપીલ કરાઈ હતી. ઓગસ્ટમાં 17થી 20 તારીખ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે.  

7/7
image

અંબાલાલે વઘુમાં જણાવ્યું છે કે અંબાજીના ડૂંગરાળ  પ્રદેશોમાં વરસાદ લાવી શકે છે. ૨૯ થી ૩૦ ઓગસ્ટ ભારે વરસાદી ઝાપટા રાજ્યમાં પડી શકે છે. ઓગસ્ટ ના અંત સુધી માં વરસાદ ના કારણે નદીઓ માં પુરની સ્થિતિ બની શકે. નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઈ શકે. ૧૪ સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટા પડશે. સાતમ આંઠમ દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટાં પડશે. સૌરાષ્ટ્રમાં સાતમ આંઠમ દરમિયાન વરસાદી ઝાપટાં પડશે.