ભારત, ચીન કે અમેરિકા? કયા દેશની સેના છે સૌથી દમદાર, તમે પણ જાણી લો

Worlds Strongest Army: આ સ્ટોરીમાં અમે તમને દુનિયાના 7 શક્તિશાળી દેશો વિશે જણાવવાના છીએ જેની સેના ખૂબ મજબૂત છે. આ દેશ સતત પોતાના હથિયાર, સૈનિક, વિમાન, ડ્રોન, સબમરીનને અપડેટ કરી રહ્યાં છે, જે યુદ્ધ જેવા મુશ્કેલ સમયમાં પોતાના દેશની સુરક્ષા કરી શકે. આવો તે દેશ વિશે જાણીએ.
 

ફ્રાન્સ

1/7
image

ફ્રાન્સની પાસે દુનિયાની સાતમી સૌથી મજબૂત સેના છે, જેમાં કુલ 3.76 લાખ સૈનિક, 976 હવાઈ જહાજ અને 215 ટેંક સામેલ છે. ફ્રાન્સનો રક્ષા ઉદ્યોગ દુનિયાના સૌથી મોટા ઉદ્યોગોમાંથી એક છે. આ દેશ દર વર્ષે પોતાની સેના પર લગભગ 55 અબજ ડોલર ખર્ચ કરે છે.

યુનાઇટેડ કિંગડમ

2/7
image

આ દેશ વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓમાં છઠ્ઠા ક્રમે છે, જેની પાસે 11,08,860 સૈનિકો, 631 વિમાન અને 227 ટેન્ક છે. યુનાઇટેડ કિંગડમ દર વર્ષે તેની સેના પર લગભગ 71.5 અબજ ડોલર ખર્ચ કરે છે. આ દેશ તેની મજબૂત વાયુસેના માટે પણ જાણીતો છે.

દક્ષિણ કોરિયા

3/7
image

આ દેશમાં 739 હેલિકોપ્ટર છે જેમાંથી 112 એટેક હેલિકોપ્ટર છે. દર વર્ષે પોતાની સેના પર $46.3 બિલિયન ખર્ચ કરતા આ દેશમાં કુલ 38,20,000 સૈનિકો અને 2,223 ટેન્ક છે.

ભારત

4/7
image

ભારતની સેના વિશ્વની ચોથી સૌથી મોટી સેના છે. ભારતે નાણાકીય વર્ષ 2025-26 માં તેની સેના પર લગભગ $86.1 બિલિયન ખર્ચ કર્યા. ભારત પાસે 51,37,550 સૈનિકો, 2216 વિમાન અને 4614 ટેન્ક છે.

ચીન

5/7
image

તે 2025 માં તેની સેના પર $266.8 બિલિયન ખર્ચ કરીને ત્રીજા નંબરે છે. ચીન પાસે 31,70,000 સૈનિકો, 5000 ટેન્ક અને 3,304 વિમાન છે.

રશિયા

6/7
image

 આ દેશની પાસે લગભગ 35,70,000 સૈનિક, 4392 હવાઈ જહાજ અને 5750 ટેંક સામેલ છે. આ સિવાય રશિયા દર વર્ષે પોતાની સેના પર અબજો ડોલરનો ખર્ચ કરે છે. 

 

અમેરિકા

7/7
image

આ મામલામાં સંયુક્ત રાજ્ય અમેરિકા પહેલા નંબર પર છે. તે પોતાની સેના પર 895 અજબ ડોલર ખર્ચ કરે છે. અમેરિકા પાસે 13209 હવાઈ જહાજ સિવાય 21,27,500 સૈનિક અને 4640 ટેન્ક પણ છે.