Bank Holiday : આગામી 3 દિવસ બેંકો રહેશે બંધ, જાણો RBIએ કેમ આપી રજા

Bank Holiday : જો તમારે કોઈ બેંકનું કામ છે તો તે કામ આજે જ પતાવી લેવું, નહીં તો તમારે લાંબી રાહ જોવી પડશે. કારણ કે આગામી 3 દિવસ બેંકો બંધ રહેવાની છે. ત્યારે RBIએ કેમ 3 દિવસની રજા આપી છે, તેના વિશે આ લેખમાં જાણીશું.  

1/5
image

Bank Holiday : જો તમારે બેંક સંબંધિત કામ હોય તો આજે જ પતાવી લેવું, કારણ કે આગામી 3 દિવસ બેંકો બંધ રહેવાની છે. 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશભરમાં બધી સરકારી અને ખાનગી બેંકો બંધ રહેશે. 

2/5
image

બીજા દિવસે 16 ઓગસ્ટ, 2025ના રોજ ઘણા રાજ્યોમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની રજા રહેશે. આનાથી તમારા મહત્વપૂર્ણ કામમાં વિલંબ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં બેંક રજાઓનું કેલેન્ડર રાજ્ય અને તહેવારો અનુસાર અલગ અલગ છે.

3/5
image

દેશભરમાં બેંકો 15 ઓગસ્ટના રોજ બંધ રહેશે. તો 16 ઓગસ્ટના રોજ ઘણા રાજ્યોમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર રજા રહેશે, જ્યારે કેટલાક રાજ્યોમાં પારસી નવું વર્ષ (શહેનશાહી) પણ તે જ દિવસે ઉજવવામાં આવશે, જેના કારણે ત્યાં બેંકો પણ બંધ રહેશે. 

4/5
image

16 ઓગસ્ટના રોજ ગુજરાત, મિઝોરમ, મધ્યપ્રદેશ, ચંદીગઢ, તમિલનાડુ, ઉત્તરાખંડ, સિક્કિમ, તેલંગાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, જમ્મુ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મેઘાલય, શ્રીનગર અને આંધ્રપ્રદેશમાં જન્માષ્ટમીના કારણે બેંકો બંધ રહેશે.

5/5
image

જો કે, 16 ઓગસ્ટની રજા સમગ્ર ભારતમાં લાગુ પડતી નથી, તેથી કેટલાક રાજ્યોમાં બેંકો 16 ઓગસ્ટના રોજ રાબેતા મુજબ ખુલ્લી રહેશે. તો 17 ઓગસ્ટે રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે. તેથી કેટલાક રાજ્યોમાં સતત 3 દિવસ બેંકો બંધ રહેશે.