અંબાલાલ પટેલે તારીખ સાથે કરી ભયાનક આગાહી, ઓગસ્ટમાં વરસાદની નવી સિસ્ટમ બોલાવશે ભૂક્કા! ભારે વરસાદ કરશે તહસનહસ

Gujarat Rain Forecast: હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદ અંગે આગાહી કરી છે કે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તારીખ 4, 5 અને 6 ઓગસ્ટ માટે માછીમારોને વોર્નિંગ અપાઈ છે. આંકડા અનુસાર, ગુજરાતમાં રેગ્યુલર કરતા 21 ટકા વધુ વરસાદ અત્યાર સુધી નોંધાઈ ગયો છે. તો ગુજરાત રીજન 23 ટકા વધુ વરસાદ પડ્યો. સૌરાષ્ટ-કચ્છમાં 18 ટકા વધુ વરસાદ રહ્યો. આ સાથે આજે અમદાવાદ અને ગાંધીનગર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હાલ કોઈ સિસ્ટમ સક્રિયના હોવાથી ભારે વરસાદની સંભાવના નહીંવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું. 

1/6
image

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી કરી છે. મઘા નક્ષત્ર અને સૂર્ય સિંહ રાશિમાં આવતા 17 ઓગસ્ટથી સારો વરસાદ થવાની શક્યતા છે. 19થી 26 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે. તો 23 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી ગ્રહો જળ દાયક નક્ષત્રમાં હોવાથી ભારેથી અતિભારે વરસાદ શક્યતા વ્યક્ત કરી છે. ઓગસ્ટ મહિનાના અંતમાં મેઘરાજા ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરશે.

2/6
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 6 થી10 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા પડશે અને 18 થી 22 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરાઈ છે, સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત વરસાદની આગાહી કરાઈ છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હજુ વરસાદની નવી સિસ્ટમ બની નથી, નવી વરસાદની સિસ્ટમ બનશે એટલે ભૂક્કા કાઢી નાખતો વરસાદ પડી શકશે. કોઈ પણ ભાગમાં 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. 

3/6
image

18 થી 22 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ યથાવત રહેશે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે અને ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં નવી વરસાદી સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે, બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.   

4/6
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, બંગાળની ખાડીની સિસ્ટમ હવે આપણાથી દૂર જઈ રહી છે અને નબળી પણ પડી રહી છે. હાલ બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બની નથી રહી. બનશે તો પણ નબળી બનશે અને ઉત્તર ભારત તરફ જાય તેવું લાગી રહ્યું છે. તેથી બંગાળની ખાડીનો લાભ હમણા નહીં મળે. અરબ સાગરમાં પણ કોઈ સિસ્ટમ નથી બની રહી.

5/6
image

તેમણે જણાવ્યું હતું કે, 6થી લઈ 10 ઓગસ્ટ સુધી વરાપનો માહોલ જોવા મળશે. આ દિવસો દરમિયાન ખેડૂતોએ જો ખેતીકાર્યો થઈ શકે તેમ હોય તો વહેલીતકે પૂર્ણ કરવા જોઈએ. બાદમાં 10 ઓગસ્ટના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેસર બનશે. જો ફરી વરસાદી રાઉન્ડ આવે તો આ કાર્યો અધૂરા રહી શકે છે. આ વરસાદી સિસ્ટમ 10 ઓગસ્ટના બંગાળની ખાડીમાં બનશે, ત્યારબાદ તેમનો ટ્રેક નક્કી થયા બાદ આગળના વરસાદના રાઉન્ડ વિશે ચોક્કસ જાણકારી મળી શકે છે. 

6/6
image

ઓગસ્ટમાં 17થી 20 તારીખ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. 15 સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે.