લોકોના લોહીને મચ્છરોં માટે ઝેર બનાવી દેશે આ દવા, કરડતા જ થઈ જશે મોત! જાણો આ ચોંકાવનારી શોધ વિશે

Dengue and Malaria Prevention New Research: એક નવી વૈજ્ઞાનિક સ્ટડીમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, હવે મચ્છરોથી છુટકારો મેળવવો પહેલા કરતાં વધુ સરળ બની શકે છે. રિપોર્ટ અનુસાર, વૈજ્ઞાનિકોએ એક એવી ગોળી શોધી કાઢી છે જે માણસોને નુકસાન પહોંચાડ્યા વિના મચ્છરોને મારી નાખે છે. ચાલો આ આશ્ચર્યજનક શોધ વિશે જાણીએ.

મચ્છરોને ખતમ કરનારી નવી શોધ

1/9
image

વૈજ્ઞાનિકોએ એક એવો શાનદાર રસ્તો શોધી કાઢ્યો છે, જેનાથી હવે મચ્છરોથી છુટકારો મેળવવો સરળ બનાવશે. એક નવી રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, એક ખાસ દવા મનુષ્યોને નુકસાન પહોંચાડ્યા વિના મચ્છરોને ખતમ કરી શકે છે. આ શોધ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોને ખતમ કરવામાં ક્રાંતિકારી બદલાવ લાવી શકે છે.

માનવ રક્ત મચ્છરો માટે બન્યુ ઝેર

2/9
image

એક મોટા વૈજ્ઞાનિક અભ્યાસમાં ખુલાસો થયો છે કે, ઇવરમેક્ટીન (Ivermectin) નામની દવા માનવ રક્તને મચ્છરો માટે ઝેરી બનાવે છે. આવી સ્થિતિમાં જ્યારે મચ્છર આ દવા લેતી વ્યક્તિને કરડે છે, ત્યારે તે મચ્છર તરત જ મૃત્યુ પામે છે. આ એક એવી શોધ છે જે આખી દુનિયાને આશ્ચર્યચકિત કરે છે.

મેલેરિયા સામે લડવામાં મળી મોટી સફળતા

3/9
image

આફ્રિકાના કેન્યા અને મોઝામ્બિક જેવા દેશોમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જેનું નામ BOHEMIA હતું. તેમાં જાણવા મળ્યું કે, આ દવાના ઉપયોગથી મેલેરિયાના કેસોમાં 26%નો ઘટાડો થયો છે. આ સાબિત કરે છે કે આ દવા પરંપરાગત પદ્ધતિઓ કરતાં વધુ અસરકારક હોઈ શકે છે.

શા માટે જરૂરી હતી એક નવી રણનીતિ?

4/9
image

વર્ષ 2023માં દુનિયાભરમાં 263 મિલિયનથી વધુ મેલેરિયાના કેસ અને 5.97 લાખ મૃત્યુ નોંધાયા હતા. હવે મચ્છરદાની અને સ્પ્રે જેવી પરંપરાગત પદ્ધતિઓ ઓછી અસરકારક બની રહી છે કારણ કે મચ્છરોએ જંતુનાશકો સામે પ્રતિકાર વિકસાવી લીધો છે. આવી સ્થિતિમાં મેલેરિયાને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક નવી રણનીતિની જરૂર હતી.

કેવી રીતે કામ કરે છે આ દવા?

5/9
image

આઇવરમેક્ટીન એક એવી દવા છે જેનો ઉપયોગ સામાન્ય રીતે રિવર બ્લાઇન્ડનેસ જેવી બીમારીની સારવાર માટે થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ તેનો ડોઝ લે છે, ત્યારે આ દવા તેના લોહીમાં શોષાઈ જાય છે અને ઘણા દિવસો સુધી સક્રિય રહે છે. જ્યારે તેને મચ્છર કરડે છે ત્યારે તે તેમના માટે જીવલેણ સાબિત થાય છે.

WHOએ પણ દાખવ્યો રસ

6/9
image

આ સ્ટડીના પરિણામો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની વેક્ટર કંટ્રોલ ટીમ સુધી પહોંચ્યા છે. તેમણે આ દવાનો વધુ અભ્યાસ કરવાની ભલામણ કરી છે. ઘણા દેશો તેને તેમના મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમમાં સામેલ કરવાનું વિચારી રહ્યા છે, જે એક મોટું પગલું સાબિત થઈ શકે છે.

શું આ શોધ મેલેરિયાના ભવિષ્યને બદલી નાખશે?

7/9
image

ISGlobalના ડિરેક્ટર રેજિના રેબિનોવિચનું કહેવું છે કે, આ રિસર્ચ મેલેરિયાના ભવિષ્યને બદલી શકે છે. આઇવરમેક્ટીન એક સુરક્ષિત અને જાણીતો વિકલ્પ છે જે હાલના પગલાં સાથે મળીને કામ કરીને આ રોગને દૂર કરવામાં મદદ કરી શકે છે.

આ માત્ર શરૂઆત છે

8/9
image

જો કે, આ ટેકનોલોજી હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે અને તેને મોટા પાયે લાગુ કરવામાં આવે તે પહેલાં ઘણા સલામતી પરીક્ષણો કરવા પડશે. વૈજ્ઞાનિકો માને છે કે, આ એક નવી આશા છે, જે ભવિષ્યમાં એવી દુનિયાના સ્વપ્નને સાકાર કરી શકે છે જ્યાં મચ્છરજન્ય રોગો ભૂતકાળની વાત બની જશે.

Disclaimer:

9/9
image

અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.