આવતીકાલે સક્રિય થશે સિસ્ટમ: ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં થશે ગાજવીજ સાથે વરસાદ

Ambalal Patel Monsoon Prediction: રાજ્યમાં 3 થી 7 મે દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. મેના પ્રથમ સપ્તાહમા પ્રિ-મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે. આના કારણે મે મહિના રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે. આંધી અને પવનનો માહોલ રહેશે. મે મહિનામાં ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી છે. 8 મે આસપાસ ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદની આગાહી છે.   

1/9
image

Gujarat Unseasonal Rains: મે મહિનામાં ભર ઉનાળે વરસાદ આવવાનો છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, 3 મેથી ગુજરાતનું વાતાવરણ પલટાવાનું છે. અંબાલાલ પટેલે કહ્યું કે, અખાત્રીજનો વહેલી સવારનો પવન જોવામાં આવ્યો હતો. પશ્ચિમનો પવન ફૂંકાયો હતો. આથી આગામી ચોમાસા માટે સારા સંકેત છે. વાળી ન સુકાય અને વરસાદ આવ્યા કરે. અખાત્રીજનો પરોઢિયાનો પવન સાનુકૂળ રહ્યો છે.

2/9
image

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. તો આ બાદ મેથી 4 જુન સુધી અરબી સમુદ્રમાં સાઇકલોનનું નિર્માણ થશે. વાવાઝોડાના કારણે પણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ વર્ષે મે મહિનામાં પણ ધૂળિયું વાતાવરણ રહેશે. જ્યાં સુધી કમોસમી વરસાદ ન થાય ધૂળકટ બેસશે નહીં. મે મહિનાની શરૂઆતમાં પણ ધૂળકટ રહેશે. પવનનું જોર ઘણું રહેશે. કચ્છના ભાગોમાં પણ આંચકાના પવનની ગતી 45 કિમી પ્રતિ કલાક સુધીની રહી શકે છે તેવું તેમનું કહેવું છે.   

3/9
image

પ્રિમોન્સૂન એકટીવિટીનો પ્રારંભ મે માસના પ્રથમ સપ્તાહમાં આઇએમડીના ટેન ડેઝ ફોરકાસ્ટ મોડેલ મેપમાં જોવા મળે છે. તેમાં ગુજરાતનાં સૌરાષ્ટ્રને બાદ કરતા રાજયના અન્ય ભાગોમાં વરસાદ બતાવે છે. આ ઉપરાંત દેશના અન્ય રાજયો, રાજસ્થાનમાં પણ પ્રિમોન્સૂન એકટીવિટી અર્થાત ચોમાસા પૂર્વેના કમોસમી માવઠું આવશે.  

4/9
image

3 મેથી 6 મે વચ્ચે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે.  કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે. કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં છે. રાજ્યમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પવનની ગતિ 30-35 કિમી પ્રતિ કલાકની રહેશે.  રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

કેવી રીતે કઢાય છે પવન જોઈ વરતારો

5/9
image

અખાત્રીજના દિવસે સવા હાથનું રાડુ એટલે કે (સીધી સળી) લઈ પવન જોવો. અખાત્રીજની બપોરે સવા હાથનું રાડુ ઉભી કરવી અને જો ઉત્તરમાં ત્રણથી છ કદમ પડછાયો જાય તો ઉત્તમ ગણવો. ત્રણથી ઓછું અથવા બરાબર થાય તો સમધારણ ગણવો. દક્ષિણમાં પડછાયો જાય તો દુકાળ પડે અને ઉત્તરમાં પડછાયો જાય તો સૂર્ય દક્ષિણમાં નમતો હોવાની નિશાની છે. અખાત્રીજના દિવસે દિવસ ઉગતા પહેલા પહેલી ઘડીનો પવન જોવાનો મહિમા છે.   

6/9
image

પરોઢિયાનો પવન જોવા અઢી હાથનું રાડુ રાખી મેદાનમાં પવન જોવો. તેમજ જમીન ઉપર ધૂળની ઢગલી કરી પવન જોવો જોઈએ. દક્ષિણ અગ્નિ પૂર્વનો વા વાય તો ઉત્તમ ગણવો અને ઉભા કણસલા સુકા હોય તો ભય ઉપજાવે. તેમજ ઈશાનનો વાયુ વાય તો વધુ વરસાદ થાય. અખાત્રીજના દિવસે ઉનાળુ કે શિયાળુ પવનના વાય તો પવન ઉત્તમ ગણાય છે.

4 મેના રોજ ક્યાં ક્યાં આવશે વરસાદ

7/9
image

4 મેના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગરમાં ગાજગીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી  

5 મેના રોજ ક્યાં ક્યાં આવશે વરસાદ

8/9
image

5 મેના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં વરસાદની આગાહી

6 મેના રોજ ક્યાં ક્યાં આવશે વરસાદ

9/9
image

6 મેના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી