શનિ દેવની કૃપાથી ચમકે છે આ મૂળાંકની કિસ્મત, ધન-દોલતથી હંમેશા રહે છે માલામાલ અને ખુશખુશાલ!
Ank Jyotish: અંક જ્યોતિષ અનુસાર દરેક વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ તેના મૂળાંક પર આધારિત હોય છે. મૂળાંક 1 થી 9 માટે અલગ-અલદ ગુણો અને પ્રભાવ જણાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં આજે આપણે મૂળાંક 8 વિશે જાણીશું, જેનો સ્વામી ગ્રહ શનિ છે. નિષ્ણાતોના મતે આ મૂળાંક વાળા જાતકોનું ભાગ્ય અચાનક બદલાઈ શકે છે અને તેઓ જીવનમાં ધન-સંપત્તિ પ્રાપ્ત કરવામાં સફળ થાય છે.
મૂળાંક 8 અને શનિ ગ્રહનો સંબંધ
જો કોઈ વ્યક્તિનો જન્મ કોઈ પણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો છે, તો તેનો મૂળાંક 8 માનવામાં આવે છે. આ મૂળાંક સંપૂર્ણપણે શનિ ગ્રહ સાથે સંબંધિત છે અને શનિદેવ આ મૂળાંક વાળા જાતકો પર પોતાની વિશેષ કૃપા દ્રષ્ટિ રાખે છે.
શનિ દેવ કરે છે પુષ્કળ ધનનો વરસાદ
અંક જ્યોતિષ અનુસાર, શનિ દેવના પ્રભાવને કારણે તેમના જીવનમાં અણધાર્યા ઉતાર-ચઢાવ આવે છે અને ક્યારેક અચાનક મોટી સફળતા પણ પ્રાપ્ત થાય છે. શનિ દેવ આ મૂળાંક ધરાવતા જાતકો પર પુષ્કળ ધનનો વરસાદ કરે છે.
કાર્યલક્ષી અને મહેનતુ સ્વભાવ
મૂળાંક 8 વાળા જાતકો કર્મને મહત્વ આપે છે. તેઓ મહેનતુ, ધીરજવાન અને શિસ્તબદ્ધ હોય છે. તેઓ કોઈ પણ કાર્યને ઉતાવળમાં કરતા નથી અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ હાર માનતા નથી.
પ્રાપ્ત કરે છે ઉચ્ચ પદ
અંક જ્યોતિષ અનુસાર, મૂળાંક 8ના જાતકોના જીવનમાં આળસ માટે કોઈ સ્થાન નથી, આ જ કારણ છે કે તેઓ ધીમે-ધીમે સફળતાની સીડી ચઢે છે. આ મૂળાંકના જાતકો ખૂબ જ જલ્દી ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે.
કરિયરમાં સફળતા
અંક જ્યોતિષ અનુસાર, મૂળાંક 8ના જાતકો સામાન્ય રીતે એન્જિનિયરિંગ, કંસ્ટ્રક્શન, તેલ, પેટ્રોલિયમ, ધાતુ અથવા લોખંડ સંબંધિત ક્ષેત્રોમાં સફળ થાય છે.
મહેનતનું મળે છે સંપૂર્ણ ફળ
શનિની કૃપાથી તેમને મહેનતના પ્રમાણમાં સારા પરિણામો મળે છે. યોગ્ય દિશામાં પ્રયાસો કરવાથી તેમનું નસીબ અચાનક ચમકે છે અને તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બને છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos