અમદાવાદની આ 5 જગ્યાની સામે હિલ સ્ટેશનના નજારા પણ ફેલ, વરસાદમાં મજા બમણી થઈ જશે

અમદાવાદમાં ફરવા માટે ચોમાસું સારી સિઝન છે. હકીકતમાં અમદાવાદ એવું શહેર છે જે પ્રાકૃતિક સુંદરતાની સાથે પોતાના સાંસ્કૃતિક વારસા માટે પણ જાણીતું છે. જો તમે અમદાવાદ આવો તો આ જગ્યાની મુલાકાત જરૂર લો.

1/6
image

અમદાવાદ શહેર પોતાની સુંદરતા અને ઐતિહાસિક વારસાને લઈને ફેમસ છે. ગુજરાતના આ શહેરમાં તમને ઘણી શાનદાર જગ્યા જોવા મળશે. હકીકતમાં અહીં ફરવા માટે ઐતિહાસિક અને ધાર્મિક જગ્યાઓની સાથે પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર ટૂરિસ્ટ પ્લેસ પણ છે. જો તમે ચોમાસામાં અહીં ફરવાનો પ્લાન બનાવો છો તો તમારી ટ્રિપ યાદગાર બની જશે. 

સાબરમતિ આશ્રમ

2/6
image

અમદાવાદ આવતા લોકો સાબરમતિ આશ્રમની જરૂર મુલાકાત લેતા હોય છે. આ મહાત્મા ગાંધી સાથે જોડાયેલું ઐતિહાસિક સ્થળ છે. અહીં તમને વિવિધ ઐતિહાસિક જાણકારીઓ મળશે. આ આશ્રમની મુલાકાત લઈ તમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન સાથે જોડાયેલી ઘણી જાણકારીઓ પ્રાપ્ત કરી શકો છો.

સાબરમતી રિવરફ્રંટ

3/6
image

અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. તેની સુંદરતા આસપાસના રાજ્યોના પ્રવાસીઓને પણ આકર્ષે છે. અહીં તમે સાબરમતી નદીના કિનારે બનેલા વોકિંગ પાથ પર ચાલી શકો છો. અહીં એક પાર્ક પણ છે, જે ખૂબ જ સુંદર છે. બોટિંગ ઉપરાંત, તમે અહીં ઘણી પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો. ઉપરાંત, અહીંનું કુદરતી સૌંદર્ય જબરદસ્ત છે.

ત્રણ દરવાજા

4/6
image

ગુજરાતના શ્રેષ્ઠ પર્યટન સ્થળોમાંનું એક, ત્રણ દરવાજા પણ અહીંનું એક મુખ્ય પર્યટન સ્થળ છે. તમને જણાવી દઈએ કે તે ખૂબ જ ઐતિહાસિક છે. તે ખૂબ જ વિશાળ છે. જ્યારે તમે અહીંથી નીકળો છો, ત્યારે તમે પોતે જ આ સ્થળની વિશાળતાનો અનુભવ કરશો.

પરિમલ ગાર્ડન

5/6
image

અમદાવાદમાં જો તમે શાંતિનો અનુભવ કરવા ઈચ્છો છો તમારે પરિમલ ગાર્ડનની મુલાકાત જરૂર લેવી જોઈએ. હકીકતમાં આ એક એવું ગાર્ડન છે જે પોતાની સુંદરતાથી તમને મંત્રમુગ્ધ કરશે. અહીં તમને હરિયાળી, ઝાડ, છોળ તથા સુંદર ફૂલ જોવા મળશે. અહીં તમે બાળકો સાથે પણ ફરી શકો છો.  

કાંકરિયા તળાવ

6/6
image

અમદાવાદમાં ફરવાના સ્થળની વાત કરવામાં આવે તો લોકોના મગજમાં સૌથી પ્રથમ નામ કાંકરિયા તળાવનું આવે છે. કાંકરિયા તળાવ સુંદર છે. અહીં તમને ફરવાની સાથે ઝૂ જોવા મળશે. સાથે તમે ઘણી એક્ટિવિટી પણ કરી શકશો. જો તમે અમદાવાદ આવો તો કાંકરિયા તળાવની મુલાકાત જરૂર લેજો.