Bollywood: પોતાના પતિ કરતાં અનેકગણી વધારે અમીર છે આ પત્નીઓ, જાણો કોની પાસે કેટલી સંપત્તિ છે ?
Bollywood Actors Millionaire wife: બોલીવુડના ટોપ એક્ટર્સ એક ફિલ્મના કરોડો રુપિયા ચાર્જ કરે છે. તેમ છતાં બોલીવુડના કેટલાક એક્ટર્સ તેની પત્નીઓ સામે ગરીબ લાગે. એટલે કે આ બોલીવુડ સ્ટાર્સની પત્ની કરોડોની સંપત્તિની માલકણ છે. તેમની સંપત્તિ 1600 કરોડ સુધીની છે.
કરીના કપૂર ખાન
બોલીવુડમાં બેબોના નામથી પ્રખ્યાત કરીના કપૂર ખાનની કુલ સંપત્તિ 485 કરોડ રુપિયા છે. તે પોતાના પતિ અને બંને દીકરા સાથે બાંદ્રામાં 103 કરોડના આલીશાન ઘરમાં રહે છે.
ગૌરી ખાન
શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન પણ આ લીસ્ટમાં આવે છે. તે અભિનય ક્ષેત્રે એક્ટિવ નથી પરંતુ તે જાણીતી ઈંટીરિયર ડિઝાઈન છે. તે ગૌરી ખઆન ડિઝાઈન્સની સંસ્થાપક છે. તેનું એક રેસ્ટોરન્ટ પણ છે. તેની કુલ સંપત્તિ 1600 કરોડથી વધુની છે.
ઐશ્વર્યા રાય બચ્ચન
પૂર્વ મિસ વર્લ્ડ અને બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય બચ્ચનની કુલ સંપત્તિ 850 કરોડ હોવાનો અંદાજ છે. તેની પાસે મુંબઈમાં કીમતી અપાર્ટમેન્ટ છે અને દુબઈમાં પણ એક વીલા છે. તેની કારનું કલેકશન પણ શાનદાર છે.
કાજોલ
બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રીઓમાંથી એક કાજોલ પણ તેના પતિ અજય દેવગન કરતાં વધારે અમીર છે. કાજોલની કુલ સંપત્તિ 240 કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે.
ટ્વીંકલ ખન્ના
ટ્વીંકલ ખન્નાની કુલ સંપત્તિ અંદાજે 272 કરોડ રુપિયા છે. ટ્વિંકલ ખન્ના એક લેખિકા, સ્તંભકાર અને ઈંટીરિયર ડિઝાઈનર છે. તેના પુસ્તક મિસેઝ ફની બોન્સ અને ધ લેજન્ડ ઓફ લક્ષ્મી પ્રસાદ લોકપ્રિય છે.
Trending Photos