અ'વાદમાં ઘૂસણખોરો વિરુદ્ધ પોલીસ-AMCએ કેવી કરી છે તૈયારી? જુઓ ઓપરેશન ક્લીન ચંડોળાની તસવીરો
AMC Bulldozer Operation: મિની બાંગ્લાદેશ તરીકે ઓળખતા ચંડોળા તળાવના આસપાસના વિસ્તાર પર આજે બુલડોઝર સ્ટ્રાઈક શરૂ થઈ ગઈ છે. ચંડોળા તળાવની આસપાસનો વિસ્તાર 1200 હેક્ટર જમીન પર ફેલાયેલો છે. અહીં ઘણા વર્ષોથી પશ્ચિમ બંગાળથી આવેલા મુસ્લિમો વસે છે, અને આ વિસ્તારમાં કેટલાક બાંગ્લાદેશી મુસલમાનો પણ રહે છે.
ગુજરાતના લોકો જુઓ સૌથી મોટી અકલ્પનિય કાર્યવાહી.
એક સાથે અનેક બુલડોઝર ચંડોળા તળાવની ગલીઓમાં ઘૂસ્યા હતા. સૌથી મોટા ડિમોલિશન માટે બુલડોઝરની ગર્જના શરૂ થઈ ગઈ છે. ઘૂસણખોરોના ઘર પર દાદાના બુલડોઝરના પ્રહારો કરવાના શરૂ થઈ ગયા છે. બાંગ્લાદેશીઓના બંગલા પર હથોડાના પ્રહાર થવા લાગ્યા છે. જે કોઈ ન કરી શક્યું તે દાદાની સરકાર કરી રહી છે. ગળાની સાંકળ બનેલા ચંડોળા તળાવના દબાણો જમીનદોસ્ત થવા લાગ્યા છે.
ક્રાઇમ બ્રાન્ચ , sog , srp સહિતની એજન્સીઓના સેંકડો પોલીસકર્મી ઓપરેશનમાં જોડાયા
ચંડોળા તળાવ વિસ્તારમાં 1000 થી વધુ પોલીસ જવાનોને સશસ્ત્ર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ , sog , srp સહિતની એજન્સીઓના સેંકડો પોલીસકર્મી આ ઓપરેશનમાં જોડાયા છે. કોઈપણ સમયે મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ થઇ શકે છે. ચંડોળા તળાવમાં થયેલા ગેરકાયદે બાંધકામો તોડી પડાશે. ચંડોળા તળાવમાં પોલીસ અને મનપા દ્ધારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે
ચંડોળા ડિમોલિશન ડ્રાઈવ પર સૌથી મોટા સમાચાર
અમદાવાદના ચંડોળા ડિમોલિશન ડ્રાઈવ પર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આ વિસ્તારમાં 3 હજાર જેટલા કાચા-પાકા મકાનો દૂર કરાશે. જી હા.. AMCના સાત ઝોનની એસ્ટેટ વિભાગની 49 ટીમ મેદાનમાં આવી ગઈ છે. એક ટીમમાં 70 શ્રમિક અને અન્ય ઉપરી અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એક ટીમ સાથે એક JCB અને એક ડમ્પર રહેશે. AMCની એક ટીમ સાથે 10 પોલીસ કર્મચારીઓની ટીમ પણ સાથે રહેશે. AMCનો હેલ્થ અને ફાયરનો સ્ટાફ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે. વિરામ લીધા વિના એક જ વારમાં ઓપરેશન પાર પાડવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
કુખ્યાત લલ્લુ બિહારીના મહેલ ડિમોલિશન
અમદાવાદના ચંડોળા તળાવ પર કુખ્યાત લલ્લુ બિહારીના મહેલ પર મોટી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ટપોરી લલ્લુએ આ વિસ્તારમાં એક ફાર્મ હાઉસ ઉભુ કર્યુ હતુ.
ગેરકાયદે જગ્યામાં AC, ફુવારા, હીંચકા, ગાર્ડન પર તંત્રનો મહેલ ફરી વળ્યો છે. ઝૂંપડપટ્ટી વચ્ચે ટપોરીઓ ઐયાશીનો અડ્ડો ઊભો કર્યો હતો. લલ્લુ બિહારી 2000 વારનું ફાર્મહાઉસ બનાવ્યું હતું. કાળી કમાણીમાંથી આ ભવ્ય ફાર્મહાઉસ ઊભું કર્યું હતું.
ઈતિહાસની સૌથી મોટી કાર્યવાહી શરૂ
ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઐતિહાસિક ચંડોળા તળાવ પર ડિમોલિશન એક્શન હાથ ધરાયું છે. એક સાથે ગર્જના કરવા માટે દાદાના બુલડોઝર નીકળી પડ્યા છે.
હાલ ઘૂસણખોરોના ઘર તરફ બુલડોઝર આગળ વધ્યા છે. વર્ષોથી બનાવેલી જમીન એક પ્રહારથી ખાલી થઈ જશે. મોટા કાફલા સાથે ડિમોલિશન કર્મીઓ આગળ વધ્યા છે અને બુલડોઝરના પ્રહાર થઈ રહ્યા છે.
Trending Photos