વડોદરા-અમદાવાદ હાઇવે પર કેમિકલ ભરેલ ટેન્કર ખાડામાં ખાબક્યું, કેમિકલની અસરથી લોકોની તબિયત લથડી

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવેની અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈવે પરથી પસાર થતી કેમિકલ ભરેલ ટેન્કર નડિયાદ નજીક રેલીંગ તોડી ઊંડા ખાડામાં ખાબક્યો હતો. ટેન્કર ખાડામાં ખબકતા ચાલકને ઈજા પહોંચી છે. કેમિકલ ભરેલ ટેન્કર 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતા કેમિકલ લીક થતા હાઇવે પર ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા.

1/6
image

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ નજીકથી પસાર થતા વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આજે મંગળવારે સમી સાંજે એક કેમિકલ ભરેલ ટેન્કર એકાએક રેલીંગ તોડી નીચે ઊંડા ખાડામાં ખાબક્યુ હતું. આ બનાવમાં ચાલકને ઈજાઓ પહોંચી હતી. પરંતુ ટેન્કર 30 ફૂટ ઊંડા ખાડામાં પડતાની સાથે બ્લાસ્ટ થતાં ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. જેના કારણે હાઈવે પર ભારે અફડાતફડી મચી ગઇ હતી.

2/6
image

2 કીમી દુરથી ધુમાડાના ગોટેગોટા દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે, ઘટનાસ્થળ પર પહોંચેલી ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આ હોનારતને કાબુમાં લેવા પ્રયાસ કર્યો છે. બનાવના પગલે સ્થાનિક પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી. ચાલકને હેમખેમ બહાર કાઢી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.   

સફેદ ધુમાડાના ગોટેગોટા હાઈવે પર જોવા મળ્યા

3/6
image

વડોદરાથી અમદાવાદ તરફના લેન પર આ ઘટના બની છે. જો કે ચાલકનો જીવ બચી ગયો છે. ઘટના એટલી ગંભીર હતી કે, ફાયરબ્રિગેડ, પોલીસ સહિત હાઈવેની ઈમરજન્સી પેટ્રોલીંગની ટીમ દોડી આવી હતી. ટેન્કર ઊંડા ખાડામાં પડતાની સાથે બ્લાસ્ટ થતા ટેન્કરમાંથી કોઈ કેમિકલ લીક થયો હતો. જેને લઇને ધુમાડાના ગોટેગોટા હાઈવે પર જોવા મળ્યા હતા.

4/6
image

કેમિકલ ભરેલ ટેન્કર એકાએક રેલીંગ તોડી નીચે ઊંડા ખાડામાં ખાબકતા ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા. આ ઘટના બાદ આસપાસના ગામમાં કેમિકલનો ધુમાડો પહોંચતા વીજીબીલીધી ઘટી હતી. જ્યારે કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદો ઉઠી છે. 

લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદો ઉઠી

5/6
image

આ ધુમાડાના કારણે બળતરા થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી અસરો સ્થાનિકોમાં જોવા મળી છે. આસપાસના સ્થાનિકોને અસર થવાને કારણે એક ગર્ભવતી મહિલા સહિત કુલ ચાર મહિલાઓની તબિયત લથડી છે. તેમને સારવાર અર્થે નડિયાદની એન્ટી દેસાઈ હોસ્પિટલ અને સલૂન પીએસસી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. મરીડા પીએસસી સેન્ટરમાં સલુણ પીએસસી સેન્ટરમાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી. આ ઘટનાની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને પ્રિકોશનના ભાગરૂપે અ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

કલેક્ટર અને પોલીસ વડા સ્થળ પર પહોંચ્યા

6/6
image

આ ઘટનાને પગલે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સ્થળ પર પહોંચ્યા હતા.  જિલ્લા કલેકટર દ્વારા મામલતદાર અને તલાટીઓને ગામોમાં પહોંચવાની સૂચના આપવામાં આવી છે. તેમજ જ્યાં સુધી કેમિકલ ડાયલ્યૂટ ન થાય ત્યાં સુધી લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ સલુણ આરોગ્ય કેન્દ્ર ખાતે ધામા નાખ્યા છે. તેમજ સમગ્ર રાત્રિ દરમિયાન આરોગ્ય અધિકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાજર રહેશે. કોઈપણ વ્યક્તિને તકલીફ હોય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવા માટે સૂચના અપાય છે.