ગુજરાત પોલીસના અસલી સિંઘમ, કમરડૂબ પાણીમાં સુરતીઓની પડખે ઉભા રહ્યાં પોલીસ જવાન
Surat Police : સુરતમાં પૂર જેવાં દ્રશ્યો સર્જાયાં છે. 13 ઈંચ વરસાદમં સ્માર્ટ સિટી ડૂબ્યું છે. ત્યારે સુરત પોલીસના જાંબાજ જવાનો લોકોની મદદે કમરડૂબ પાણીમાં ઉતરી પડ્યા છે.
સુરત શહેર સલાબતપુરા પોલીસનું પ્રશંસનીય કાર્ય
શહેરમાં ભારે વરસાદને કારણે સલાબતપુરા વિસ્તારમાં ખાડી નજીકના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું હતું જેના કારણે સુરત શહેર સલાબતપુરા પોલીસે બચાવી સલામત સ્થળે ખસેડ્યું હતું.
તમારી સુરક્ષા સુરત શહેર પોલીસના શિરે છે
ચોકબજાર વિસ્તારમાં વરસાદી પાણીમાં ફસાયેલા વરિષ્ઠ નાગરિકોને સુરત શહેર ચોકબજાર પોલીસ દ્વારા સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
લોકોના પડખે ઉભી રહી સુરત પોલીસ
સુરત શહેર પોલીસ હંમેશા સુરક્ષા, સેવા અને સલામતી માટે પ્રતિબદ્ધ છે. શહેરમાં ભારે વરસાદ પછી સુરત શહેર પોલીસ લોકોની સલામતી અને સેવા માટે સતત ઉભી રહી.
ભારે પાણીમાંથી લોકોને ઉગાર્યા
સુરત પોલીસ શહેરને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છે. શહેરમાં ભારે વરસાદ બાદ ચોકબજાર પોલીસે બાળકો, મહિલાઓ અને રાહદારીઓને બચાવ્યા. વરસાદમાં શાળાએથી પરત ફરતા સલામત સ્થળે ખસેડ્યા.
સુરતની સ્થિતિ પર સરકારની નજર
સુરતમાં વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ પર મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી સતત નજર રાખી રહ્યા છે. આ વિશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સુરત કલેક્ટર, સુરત કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનર સાથે સતત સંપર્કમાં છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં પાણી ખાલી કરવાની કામગીરી ચાલી રહી છે. જે જગ્યાએ પણ મેડિકલ ટીમો ની જરૂર છે મેડિકલ ટીમો અને આરોગ્યની ટીમો કામે લાગી ગઈ છે. જરૂર જણાશે ત્યાં જવાનું છટકાવ કરીને કામગીરી કરાશે. છેલ્લા બે દિવસથી સુરતમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે તેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે.
સુરત જિલ્લામાં વરસાદી આફત
પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે. બલેશ્વર ગામના ટાંકી ફળિયા, હળપતિ વાસ સંપર્ક વિહોણા બન્યા છે. 150 જેટલા ઘરો પાણીમાં બત્રીશગંગા નદીના પાણી ફરી વળ્યાં છે. હાલ સુધી ૫૦ જેટલા લોકોનું સ્વૈચ્છિક સ્થળાંતર કર્યું. ગેરકાયદેસર બાંધકામને પગલે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બત્રીસગંગા નદીના જળસ્તર વધતા લોકોના જીવ ટાળવે ચોંટ્યા છે. પરિસ્થિતિ હજી વિકટ થવાની શક્યતાઓ છે.
કાલે સુરતમાં 14 ઈંચ વરસાદ બાદ આજે વધુ ત્રણ ઈંચ વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ,,, સણીયાહેમાદ, પર્વત પાટીયા વિસ્તારમાં ઘરવખરી અને માલસામાન ડૂબ્યો પાણીમાં,,,
Trending Photos