લગ્ન, હનીમૂનથી હત્યા સુધી, તસવીરોમાં જુઓ 'બેવફા સોનમ'ની ખતરનાક કહાની
ઈન્દોરનું કપલ હનીમૂન મનાવવા મેઘાલય ગયું હતું, પરંતુ પતિ રાજાનો મૃતદેહ મળ્યો અને પત્ની લાપતા થઈ ગઈ. 17 દિવસ બાદ કેસમાં નવો વળાંક આવ્યો છે. હવે પત્ની પર ત્રણ હુમલાખોરોનો સોપારી આપી તેના પતિની હત્યા કરાવવાનો આરોપ લાગ્યો છે. સાથે સોનમનું રાજ નામના યુવક સાથે અફેર પણ સામે આવ્યું છે.
હવે શંકાના ઘેરામાં સોનમ
Sonam Raghuvanshi Arrested: સોનમ મળી આવ્યા બાદ પોલીસની તપાસને નવી દિશા મળી છે. શરૂઆતી ઇનપુટ અનુસાર સોનમનો એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. શંકા છે કે આ કારણે તેણે રાજાની હત્યા કરી છે. શિલોંગ પોલીસ અનુસાર અત્યાર સુધી આ કેસમાં ચાર લોકોની ધરપકડ થઈ છે, જેમાંથી ત્રણ આરોપી ઈન્દોરથી અને એક સોનમની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. એક અન્ય આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે.
11 મેએ થયા લગ્ન
- 11 મેના રોજ, ઇન્દોરના કેટ રોડના રહેવાસી રાજા રઘુવંશી અને ગોવિંદ કોલોનીની સોનમના લગ્ન હિન્દુ વિધિ મુજબ થયા.
હનીમૂન મનાવવા ગયા હતા મેઘાલય
20 મેએ હનીમૂન માટે મેઘાલય હયા હતા. કપલે ગુવાહાટીમાં માતા કામાખ્યા દેવીના દર્શન પણ કર્યા હતા.
હોમસ્ટેમાં રોકાવાની જગ્યાએ ફરવા નીકળી ગયા
શિલોંગમાં હોમસ્ટેમાં ચેક ઇન કરતા જોવા મળ્યા, પછી ભાડાની સ્કૂટી લીધી અને સામાન હોમસ્ટેડ છોડી આસપાસના વિસ્તારમાં ફરવા નીકળ્યા.
23 મેએ રાજાની માતા સાથે છેલ્લી વાત
23 મેએ નોંગ્રીટ ગામમાં ડબલ ડેકર લિવિંગ રૂટ બ્રિજ જોવા ગયા હતા. રાજાએ માતા સાથે છેલ્લીવાર વાત કરી. પછી પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો.
2 જૂન
24 મેએ સંપર્ક તૂટ્યા બાદ પરિવારજનો પરેશાન થઈ ગયા. પછી શોધખોળ શરૂ થઈ. 29 મેએ સામાન ખાઈમાં મળ્યો અને પછી બે જૂને રાજાની લાશ એક નાલીમાં મળી હતી. સોનમ લાપતા હતા.
સોનમની સાથે ત્રણ અન્ય લોકો
3 જૂને એક ટૂરિસ્ટ ગાઇડે જણાવ્યું કે સોનમની સાથે ત્રણ અજાણ્યા લોકો જોવા મળ્યા હતા. 4 જૂને રાજાનો મૃતદેહ ઈન્દોર પહોંચ્યો અને મેઘલયમાં સોનમની શોધખોળ ચાલી રહી હતી.
સોનમના સીસીટીવી
સોનમ સ્કૂટી પર સવાર હોય તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. તેમાં તે રેનકોપ પહેરી ફોન પર વાત કરતી જોવા મળી રહી છે. હવે આ સોનમ ઉત્તરપ્રદેશથી મળી આવી છે. આ સાથે અન્ય કોઈ વ્યક્તિ સાથે સોનમનું અફેર ચાલી રહ્યું હોવાની વાત પણ સામે આવી છે
Trending Photos