બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય! આજે ગુજરાતના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ, ઓગસ્ટમાં પડશે સાંબેલાધાર વરસાદ

Paresh Goswami Forecast: બંગાળની ખાડીમાં એક સિસ્ટમનું સર્જન થશે. જેના કારણે ગુજરાત સહિત મધ્ય અને પશ્ચિમ ભારતમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થઈ શકે છે. આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 16 ઓગસ્ટથી મૂશળધાર વરસાદ વરસશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે જો કે, ખેતકાર્યો સમયસર પુરા કરવા ખેડૂતોને અપીલ કરાઈ હતી. 

1/6
image

પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ઓગસ્ટમાં 17થી 20 તારીખ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ઓગસ્ટમાં ફરીથી વરસાદના વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કેટલાક જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. 

2/6
image

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને  મેઘરાજા વરસશે. 16 ઓગસ્ટથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં  ભારે વરસાદ વરસશે. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 64 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. માછીમારોને 14 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.  બંગાળની ખાડીની સાથે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જેની અસરથી ગુજરાતમાં ફરી વરસાદનું આગમન થયું છે. 

3/6
image

રાજ્યમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ  વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ એકિટવ થવા જઇ રહી છે. જેની અસરથી ગુજરાતમાં 16 ઓગસ્ટ બાદ સારો વરસાદ વરસશે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમ્સની સીધી અસર ગુજરાત પર જોવા મળશે. 16 ઓગસ્ટથી વરસાદનું જોર વધવાની પૂરી શક્યતા છે. આ દરમિયાન, કેટલાક વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે.

4/6
image

હવામાન વિભાગની આગાહી મુજબ આ રાઉન્ડમાં 16 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં  સારો વરસાદ વરસી શકે છે. ટૂંકમાં કહીએ તો ઓગસ્ટના મધ્યમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદમાં વરસાદ વરસી શકે છે. આ સિવાય પણ અનેક જિલ્લાઓમાં સામાન્યથી લઈ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

5/6
image

સૌરાષ્ટ્રની વાત કરીએ તો  રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં વરસાદનું અનુમાન છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમની અસરથી ભારે પવન પણ ફૂંકાશે.

6/6
image

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમની અસરથી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. આ સિસ્ટમ સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. આ વરસાદ રાજ્યમાં અત્યાર સુધી થયેલા 64% વરસાદના આંકડામાં વધારો કરશે અને ખેતી માટે ફાયદાકારક રહેશે.