ચંદ્ર અને ગુરુ બનાવશે શક્તિશાળી ગજકેસરી રાજયોગ, આ 3 રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ અને મળશે માન-સન્માન!
Gajkesari Rajyog 2025: મિથુન રાશિમાં ચંદ્રના ગોચરને કારણે ચંદ્રનો ગુરુ સાથે યુતિ થશે જેના કારણે ગજકેસરી રાજયોગ બનશે. આ રાજયોગના શુભ પ્રભાવો ખાસ કરીને ત્રણ રાશિઓ પર અસર કરી શકે છે. ચાલો જાણીએ કે આ ત્રણ ભાગ્યશાળી રાશિ કઈ છે.
ચંદ્રનું ગોચર
28 મે 2025ના રોજ બપોરે 01:36 વાગ્યે ચંદ્ર વૃષભ રાશિથી બુધની રાશિ મિથુનમાં ગોચર કરશે. તે જ સમયે ગુરુ બૃહસ્પિત પણ મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે. આ રીતે મિથુન રાશિમાં ગુરુ અને ચંદ્રની યુતિને કારણે ગજકેશરી યોગ બની રહ્યો છે.
ગુરુ અને ચંદ્રની યુતિ
મિથુન રાશિમાં ગુરુ અને ચંદ્રની યુતિને કારણે બની રહેલ ગજકેસરી રાજયોગનો પ્રભાવ 3 રાશિઓ પર સકારાત્મક અસર કરશે. આ 3 રાશિના લોકો પર મા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ વરસશે. ચાલો જાણીએ કે આ 3 ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
મિથુન રાશિ
ગજકેસરી રાજયોગ મિથુન રાશિના જાતકો માટે શુભ પરિણામો લાવી શકે છે. જાતકના વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસમાં સુધારો થઈ શકે છે. તમને સારા સમાચાર મળી શકે છે. જીવનની સમસ્યાઓનો અંત આવશે. પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોને સફળતા મળી શકે છે. સમાજમાં માન-સન્માન વધી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો પર ગજકેસરી રાજયોગની શુભ અસર જોવા મળી શકે છે. જાતકોના ભાગ્યમાં વધારો થઈ શકે છે. આવકમાં છપ્પરફાડ વધારાની સાથે બિઝનેસના ક્ષેત્રમાં જાતક સફળતા પ્રાપ્ત કરી શકશે. આર્થિક પડકારોનો સામનો કરી શકશે. અચાનક ધનલાભ થઈ શકે છે. લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોને ગજકેસરી રાજયોગથી ઘણા ફાયદા થઈ શકે છે. જાતકોને અચાનક લાભની તકો મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. આવકમાં વધારો અને નોકરી બદલવાની ઇચ્છા પૂર્ણ થઈ શકે છે. બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે.
(Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. આ લખવામાં અમે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos