1700 રૂપિયા લઈ અમેરિકા પહોંચ્યો આ ભારતીય, 400 કંપનીઓએ નોકરી ન આપી, આજે સુંદર પિચાઇ કરતા પણ વધુ પગાર

Highest Earning CEO:  આ કહાની દિલ્હીની નજીક આવેલા ગાઝિયાબાદના રહેવાસી નિકેશ અરોડાની છે. 400 વખત રિજેક્ટ થયા બાદ પણ નિકેશે હાર ન માની. આજે તે અમેરિકામાં સૌથી વધુ પગાર મેળવનાર સીઈઓના લિસ્ટમાં સામેલ છે.

Who is Nikesh Arora

1/7
image

Who is Nikesh Arora: જો તમે ઈમાનદારીથી મહેનત કરી હોય તો એક દિવસ સફળતા જરૂર મળે છે. આ માત્ર પુસ્તકની લાઇન નહીં પરંતુ હકીકત છે. બાકી ઉત્તર પ્રદેશના નાના શહેર ગાઝિયાબાદથી નીકળી કોઈ અમેરિકામાં સૌથી વધુ પગાર હાસિલ કરનાર સીઈઓના તાજ વિશે વિચારી પણ ન શકે. આ કહાની દિલ્હીની નજીક આવેલા ગાઝિયાબાદના નિકેશ અરોડાની છે. 400 વખત રિજેક્ટ થયા બાદ પણ નિકેશે ક્યારેય હાર ન માની. આજે તે અમેરિકામાં સૌથી વધુ પગાર મેળવતા સીઈઓના લિસ્ટમાં બીજા સ્થાને છે. તેમણે સુંદર પિચાઈ અને માર્ક ઝુકરબર્ગને પાછળ છોડી દીધા છે.  

કોણ છે નિકેશ અરોડા?

2/7
image

 

અમેરિકાના જાણીતા અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલે વર્ષ 2023મા સૌથી વધુ પગાર મેળવનાર CEO નું લિસ્ટ જાહેર કર્યું તો એક નામ ચોંકાવનારૂ હતું. આ નામ હતું નિકેશ અરોડાનું. સાઇબર સિક્યોરિટી કંપની પાલો ઓલ્ટો નેટવર્ક્સ ( Polo Alto) ના CEO નિકેશ અરોડાની કમાણી 151.43 મિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. તે સૌથી વધુ પગાર મેળવનાર સીઈઓના લિસ્ટમાં બીજા સ્થાને પહોંચી ગયા. તેમણે મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને ગૂગલના સુંદર પિચાઈને પાછળ છોડી દીધા. 

ગાઝિયાબાદથી ન્યૂયોર્ક સુધીની સફર

3/7
image

હ્યુમન્સ ઓફ બોમ્બે સાથેની એક મુલાકાતમાં, નિકેશે બાળપણથી અમેરિકા સુધીની પોતાની સફરની કહાની વર્ણવી. ગાઝિયાબાદના એક સરળ પરિવારમાંથી આવતા, નિકેશ માટે અમેરિકા પહોંચવું સરળ નહોતું; તેના પિતા એરફોર્સમાં હતા, તેથી તેનું શહેર તેની પોસ્ટિંગ સાથે બદલાતું રહ્યું. એરફોર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી, તેણે બીએચયુમાંથી એન્જિનિયરિંગ કર્યું. તે વધુ અભ્યાસ માટે અમેરિકા જવા માંગતો હતો. પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે તેઓ તેમના પુત્રને અમેરિકા મોકલી શકે. તેણે પ્રયાસ કર્યો અને બોસ્ટનની નોર્થઇસ્ટર્ન યુનિવર્સિટીમાંથી શિષ્યવૃત્તિ મેળવી. ફીની વ્યવસ્થા કરવામાં આવી, પરંતુ તેના પિતાએ તેને ભોજન અને રહેવા માટે 100 ડોલર (1990 માં રૂ. 1700 સમકક્ષ) આપ્યા.

સિક્યોરિટી ગાર્ડની નોકરી

4/7
image

 

તે તેના પિતા પાસેથી વધારે પૈસા લઈ શકતો ન હતો, તેથી તે તેના અભ્યાસની સાથે ક્યારેક સિક્યુરિટી ગાર્ડ તરીકે તો ક્યારેક સેલ્સમેન તરીકે કામ કરતો. કોઈક રીતે તેણે પોતાનો ખર્ચો સંભાળ્યો અને પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો, પરંતુ નોકરી મેળવવી પણ એટલી જ પડકારજનક હતી.

400 વખત રિજેક્ટ

5/7
image

 

નિકેશને 400 નોકરીઓ માટે રિજેક્ટ કરવામાં આવ્યો. આજે પણ તેણે તે કંપનીઓના રિજેક્શન લેટર સંભાળીને રાખ્યા છે. વર્ષ 1992મા તેમને ફિડેલિટી ઈન્વેસ્ટમેન્ટમાં નોકરી મળી. તેમણે એન્ટ્રી-લેવલથી શરૂઆત કરી અને થોડા વર્ષોમાં ફિડેલિટી ટેક્નોલોજીમાં વાઇસ પ્રેસિડેન્ટ બની ગયા. નોકરીની સાથે અભ્યાસ પણ શરૂ રાખ્યો. આ ડિગ્રીઓને કારણે 2004મા ગૂગલે નોકરીની ઓફર આપી હતી.  

130 અબજ ડોલરની કંપનીની કમાન

6/7
image

 

અરોડા 2004મા ગૂગલમાં જોડાયા હતા. 10 વર્ષ સુધી ગૂગલ સાથે કામ કર્યું,. ગૂગલનું રેવેન્યુ 2 બિલિયન ડોલરથી વધી 60 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું. વર્ષ 2014મા તેઓ સોફ્ટબેંકમાં જોડાયા હતા. નિકેશ હવે અમેરિકી કંપનીઓ માટે જાણીતું નામ બની ગયા છે. 2018મા તેમણે પાલો ઓલ્ટો નેટવર્ક કંપનીની જવાબદારી સંભાળી હતી. CEO બનવાની સાથે તેમણે કંપનીની વેલ્યુ 18 બિલિયન ડોલરથી 130 બિલિયન ડોલર સુધી પહોંચાડી દીધી છે.

પગારને કારણે ચર્ચામાં આવ્યા

7/7
image

નિકેશ 2012 માં ચર્ચામાં આવ્યો જ્યારે તેનો પગાર હેડલાઇન્સ બનવા લાગ્યો. 2012 માં, તે ગુગલનો સૌથી મોંઘો કર્મચારી બન્યો. તેને 51 મિલિયન ડોલરનું પેકેજ આપવામાં આવ્યું. તેને સોફ્ટબેંક તરફથી 135 મિલિયન ડોલરનું પેકેજ મળ્યું. જ્યારે તે પાઓ અલ્ટો નેટવર્ક્સમાં જોડાયો, ત્યારે તેનો પગાર વાર્ષિક રૂ. 860 કરોડ સુધી પહોંચી ગયો. પગાર ઉપરાંત, તેને 125 મિલિયન ડોલરના શેર અને 10 લાખ ડોલરનું ટાર્ગેટ બોનસ મળ્યું. આ રીતે, ગાઝિયાબાદના એક છોકરાએ અમેરિકામાં પોતાની ઓળખ બનાવી.