ઓગસ્ટની શરૂઆતથી જ આ 3 રાશિઓની મુશ્કેલીઓ થશે છૂમંતર, ચંદ્ર-શુક્રના નક્ષત્ર ગોચરથી થશે છપ્પરફાડ લાભ!

Grah Gochar 2025: ઓગસ્ટ મહિનાના પહેલા દિવસે ચંદ્ર દેવ અને શુક્ર દેવ નક્ષત્ર ગોચર કરશે. જો કે, આ ગોચર અલગ-અલગ નક્ષત્રોમાં થશે, પરંતુ તેનો પ્રભાવ બધી રાશિઓના જીવન પર પડશે. ચાલો જાણીએ કે, 01 ઓગસ્ટના રોજ ચંદ્ર અને શુક્રની ચાલ કયા સમયે બદલાશે અને તેના કારણે કઈ ત્રણ રાશિઓને ફાયદો થશે.

1/6
image

જ્યોતિષ દ્રષ્ટિથી ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસો ખૂબ જ ખાસ હોય છે કારણ કે આ સમય દરમિયાન ઘણા પ્રભાવશાળી ગ્રહો તેમની રાશિ અને નક્ષત્રોમાં ગોચર કરી રહ્યા છે. ઓગસ્ટ મહિનાના પહેલા દિવસે પણ ચંદ્ર અને શુક્રના નક્ષત્રોનું ગોચર થશે. આ બન્ને શુભ ગ્રહો છે, જેનો મોટાભાગની રાશિઓ પર શુભ પ્રભાવ પડે છે. દ્રિક પંચાંગ અનુસાર 01 ઓગસ્ટ 2025ના રોજ રાત્રે 12:41 વાગ્યે ભગવાન ચંદ્ર સ્વાતિ નક્ષત્રમાં ગોચર કરશે અને 03:51 વાગ્યે શુક્ર આર્દ્રા નક્ષત્રમાં ગોચર કરશે.

2/6
image

જ્યોતિષ શાસ્ત્રમાં આર્દ્રા નક્ષત્ર 27 નક્ષત્રોમાં છઠ્ઠા ક્રમે છે અને સ્વાતિ નક્ષત્ર 15મા ક્રમે છે. શુક્ર ગ્રહ ધન, સમૃદ્ધિ, વૈભવી જીવન અને સુખનો દાતા છે. જ્યારે ચંદ્ર દેવને મન, માતા, માનસિક સ્થિતિ, પાણી, પ્રકૃતિ, વાણી અને વિચારોનો દાતા માનવામાં આવે છે. ચાલો જાણીએ કે ઓગસ્ટની શરૂઆતમાં ચંદ્ર અને શુક્રના ગોચરને કારણે કઈ રાશિના જાતકોની સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

મેષ રાશિ

3/6
image

ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસો મેષ રાશિના જાતકો માટે સુખદ રહેશે. ધીમે-ધીમે બધા અટકેલા કામ પૂર્ણ થશે, જેનાથી માનસિક શાંતિ મળશે. નોકરી કરતા જાતકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે, જેને તેઓ સારી રીતે પૂર્ણ કરશે. યુવાનો દ્વારા સર્જનાત્મક કાર્યમાં કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે. જ્યારે વેપારીઓને ટૂંકી યાત્રાઓનો લાભ મળશે.

તુલા રાશિ

4/6
image

ઓગસ્ટ મહિલાના પહેલા દિવસે થનારું શુક્ર અને ચંદ્રનું ગોચરથી તુલા રાશિના જાતકોને પણ આર્થિક લાભ થવાનો યોગ છે. ઉદ્યોગપતિઓ તેમના લાંબા સમયથી અટકેલા સોદા પૂર્ણ કરશે. સિંગલ જાતકો તેમના ભાઈ-બહેનો સાથે સમય વિતાવીને ખુશ થશે. આવનારો મહિનો નોકરી કરતા અથવા નોકરી કરવાનું વિચારી રહેલા જાતકોના હિતમાં રહેશે.

વૃશ્ચિક રાશિ

5/6
image

મેષ અને તુલા રાશિની સાથે-સાથે વૃશ્ચિક રાશિના જાતકોના ઘરોમાં ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં ખુશનુમા વાતાવરણ રહેશે. કૌટુંબિક સંપર્ક વધવાથી સંબંધો ગાઢ બનશે. આર્થિક સ્થિરતાને કારણે વેપારીઓ અને દુકાનદારોને માનસિક શાંતિ મળશે. વૃદ્ધ લોકો ધર્મ તરફ વધુ ઝુકાવ રાખશે, જેની સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડશે. સિંગલ જાતકો તેમના ભાઈ-બહેનો સાથે મુસાફરી કરવાની યોજના બનાવશે.

6/6
image

(Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. અમે આ લખવામાં સામાન્ય માહિતીની મદદ લીધી છે. Z 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)