ડંકાની ચોટ પર લખી રાખજો! આ તારીખ! ગુજરાતમાં ફરી શરૂ થશે આફતનો વરસાદ, અંબાલાલની નવી આગાહી

Ambalal Patel Monsoon Prediction: દેશનાં કેટલાક વિસ્તારોમાં મોસમ ઝડપથી કરવટ બદલી રહી છે. પૂર્વોત્તર ભારતમાં આગામી સાત દિવસ સુધી હળવાથી ભારે વરસાદની સંભાવના છે. કાશ્મીરથી કેરળ સુધી વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. પંજાબ અને તેની આસપાસનાં વિસ્તારોમાં ચક્રવાતી હવાનું દબાણ સર્જાયું છે. 

પાંચ દિવસ રાજ્યમાં ક્યાં ક્યાં પડશે વરસાદ

1/11
image

હવામાન વિભાગે આજે બુધવારથી આગામી પાંચ દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

2/11
image

આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની શકયતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં પવન સાથે સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી પાંચ દિવસ સુધી આ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.

3/11
image

કેરલા અને મુંબઈ સુધી ચોમાસુ વહેલું આવ્યા બાદ મુંબઈ થી ચોમાસુ આગળ ધપવાના બદલે ત્યાં અટકી જતા અને નવી કોઇ સિસ્ટમ નહીં બનતા સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસા માટે પખવાડિયાની રાહ જોવી પડશે. આમ દક્ષિણ ગુજરાતમાં 14-15 જુન પછી વરસાદની પધરામણી થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.   

4/11
image

બીજી તરફ હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ચકવાતી સિસ્ટમ સર્જાયેલી છે. જેને કારણે આગામી સાત દિવસમાં પૂર્વોત્તરનાં રાજ્યોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. એમપી અને રાજસ્થાન સહિત ૨૦ રાજયોમાં વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. નોર્થ ઈસ્ટ રાજ્યોમાં અત્યાર સુધીનાં વરસાદમાં ૪૦થી વધુ લોકોનાં મોત થયા છે. 

5/11
image

હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે સુરત શહેરનું અધિકતમ તાપમાન 34.2 ડિગ્રી, લઘુતમ તાપમાન 29 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા, હવાનું દબાણ 102.0 મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના 12 કિ.મીની ઝડપે પવન ફૂંકાયા હતા. દરમ્યાન આજે દિવસના બપોરના સમયે પ્રતિ કલાક 25 કિ.મી સુધીની ઝડપે પવન ફુંકાયા હતા. દરમ્યાન છેલ્લા ઘણા દિવસોથી વાદળો બંધાય છે અને કેટલાક વિસ્તારોમાં રાત્રીના કે દિવસના પૂરઝડપે પવન ફુંકાવાવની સાથે વરસાદનું જોરદાર ઝાપટુ પડે છે. પરંતુ રેગ્યુલર વરસાદ વરસતો નથી.   

6/11
image

આ અંગે હવામાન અભ્યાસુ જણાવે છે કે આ વર્ષે ચોમાસાની વહેલી શરૂઆત થઈ હતી. અને કેરળમાંથી ચોમાસુ આગળ વધીને મુંબઇ સુધી આવી ચૂકયુ હતુ. પરંતુ મુંબઇથી ગુજરાતમાં જે આગળ વધવુ જોઈતુ હતુ. તે ચોમાસુ આગળ વધવાના બદલે બ્રેક પડી ગયો છે. આ બ્રેક અંગે અરબી સમુદ્વ પર રત્નાગીરી અને મહાબલેશ્વર વચ્ચે એક સિસ્ટમ બની હતી. તે સિસ્ટમના કારણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદ વરસ્યો હતો. પરંતુ આ સિસ્ટમ ત્યાં જ વિખેરાઇ ગઇ હતી. આથી ચોમાસુ આગળ વધી શકયુ નથી.   

7/11
image

હવે અરબી સમુદ્ર પર એક સિસ્ટમ બનશે અને ત્યારબાદ વરસાદ આવશે. આમ દર વર્ષે મે ના એન્ડ માં કે જુનની શરૂઆતમાં વરસાદના ઝાપટા પડતા હોય છે. પરંતુ વિધિવત વરસાદ તો ૧૪ અને ૧૫ જુન પછી જ પધરામણી થતી હોવાથી આ વર્ષે પણ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં રાબેતા સમય મુજબ જ 14 અને 15 મી જુન પછી જ ચોમાસુ દસ્તક દે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. 

8/11
image

આસામમાં ૨૨ જિલ્લામાં ૫.૩૫ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. આસામમાં 11 લોકોનાં મોત થયા છે. ૧૫ નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. રસ્તા, રેલવે માર્ગ અને બોટ સર્વિસને માઠી અસર થઈ છે. 195 રાહત શિબિરોમાં 31,212 લોકોએ આશરો લીધો છે. બિહારનાં સિવાનમાં સોમવારે આંધી અને વરસાદથી દીવાલ તેમજ વૃક્ષો પડવાથી 2 મહિલા સહિત 7નાં મોત થયા છે. જયપુરમાં એક મહિલાનું દીવાલ પડતા મોત થયું છે.

દક્ષિણ ભારતમાં ધોધમાર વરસાદની સંભાવના

9/11
image

દક્ષિણ ભારતમાં કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા સહિતના રાજ્યમાં ભારે પવન સાથે હળવાથી ભારે વરસાદ પડી શકે છે. મિઝોરમમાં પુર અને જમીન ઘસી પડવાથી 5 લોકોનાં મોત થયા છે.   

આસામમાં હજુ પણ ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ

10/11
image

ઉત્તર-પૂર્વના રાજ્યો વરસાદી પુરના સંકટ સામે ઝઝુમી રહ્યા છે. આસામના હોજાઇ જિલ્લાના જમુનામુખ વિસ્તારમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર થઇ ગયેલા રસ્તા પર પાણી ઓસરે તેની વાહનચાલકો રાહ જોઇ રહ્યા છે. આસામ, સિક્કિમ સહિત ઉત્તર-પૂર્વમાં પૂરથી કુલ ૬ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે અને ૪૦થી વધુ લોકોના મોત થયા છે. 

બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી

11/11
image

આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 4થીએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વીજળીનાં ચમકારા સાથે કલાકના 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી સાત દિવસ ભારેથી હળવો વરસાદ પડી શકે છે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ તેમજ મધ્ય પ્રદેશ અને વિદર્ભ તથા છત્તીસગઢમાં 7મી સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.  

gujarat weather forecastGujarat Weatherweather updatespredictionGujarat Monsoon ForecastgujaratAmbalal Patel forecastWeather expertIMDIndia Meteorological Departmentrain forecast in gujaratAmbalal PatelMonsoon Updatethunderstrome forecastParesh Goswami forecastCyclone AlertCyclonic CirculationHeatwaveSummerheatwave alertmavthuMonsoon 2025ગરમી આગાહીખતરનાક ગરમીઉનાળોઆકરી ગરમીવેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ચેતવણીઆંધી તોફાન સાથે વરસાદની આગાહીહીટવેવસાયક્લોનિક સરક્યુલેશનહીટવેવની ચેતવણીભીષણ ગરમીગરમીનો પ્રકોપઅંબાલાલની આગાહીગુજરાતહવામાન વિભાગની આગાહીપરેશ ગોસ્વામીની આગાહીવાવાઝોડું આવી રહ્યું છેવાવાઝોડુંઅંબાલાલ પટેલઅંબાલાલ પટેલની આગાહીકમોસમી વરસાદમાવઠુંકમોસમી માવઠુંstorm alertવાવાઝોડું ત્રાટક્યું2025 નું ચોમાસું કેવું જશે?ચોમાસું 2025શક્તિ વાવાઝોડુંParesh GoswamiWeather expertweather updateGujarat WeathergujaratWintterparesh goswami ni agahirain forecastweather expert paresh goswami