તમારી થાળીમાં છુપાયેલો છે લિવરનો 'કાતિલ', જમતા પહેલા તરત જ હટાવી લો આ વસ્તુ; નહીંતર થશે મોત!
Bad Food for Liver: દરરોજ તમે જે ખોરાક ખાય રહ્યા છે, તેમાં કદાચ કોઈ ઝેર છુપાયેલું હોય શકે છે. જે ધીમે ધીમે તમારા લીવરને ખરાબ કરી રહ્યું છે અને તમને તેની ખબર પણ નથી! ડોકટરો અને નિષ્ણાતો સતત ચેતવણી આપી રહ્યા છે કે, આપણી રોજિંદી થાળીમાં કેટલીક સામાન્ય વસ્તુઓ છે જે સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ અંદરથી તે લીવરને નુકસાન પહોંચાડી શકે છે અને મૃત્યુ તરફ દોરી શકે છે. ખાસ વાત એ છે કે, આ વસ્તુઓ મોટાભાગના લોકોના આહારનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે અને લોકો તેને સ્વસ્થ માનીને દરરોજ ખાઈ રહ્યા છે. જો તમે તેને સમયસર તમારી પ્લેટમાંથી દૂર નહીં કરો, તો તેના પરિણામો ઘાતક હોઈ શકે છે. ચાલો જાણીએ કે, તે શાંત 'કિલર' કોણ છે અને લીવર નિષ્ણાતો તેને સૌથી ખતરનાક કેમ માને છે.
જો તમે પણ દરરોજ તમારી થાળીમાં માંસાહારી ખોરાકનો સમાવેશ કરો છો, તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે. તાજેતરમાં અમેરિકાના વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી અને રિચમંડ VA મેડિકલ સેન્ટરના વૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમના મતે માત્ર એક જ ભોજનમાં માંસને બદલે પ્લાંટ-બેસ્ડ પ્રોટીનનો સમાવેશ કરવાથી લીવરના દર્દીઓના સ્વાસ્થ્યમાં મોટો સુધારો જોવા મળ્યો.
શું કહે છે રિસર્ચ?
આ સ્ટડીમાં 30 એવા પુખ્ત વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યા જેઓ સિરોસિસથી પીડાતા હતા અને જેઓ સામાન્ય રીતે વેસ્ટર્ન ડાઈટ ખાય છે, જેમાં રેડ મીટની માત્રા વધારે અને ફાઇબર ઓછું હોય છે. આ લોકોને ત્રણ પ્રકારના બર્ગર આપવામાં આવ્યા હતા. એકમાં બીફ અને પોર્ક હતું, બીજામાં વેગન મીટ સિબ્સ્ટિટ્યૂટ અને ત્રીજામાં બીન આધારિત શાકાહારી બર્ગર હતું. દરેકમાં 20 ગ્રામ પ્રોટીન હતું.
કેવી રીતે કરાઈ તપાસ?
સહભાગીઓને આ બર્ગર સાથે લો-ફેટ ચિપ્સ અને પાણી આપવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારની ચટણી કે ટોપિંગનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. ભોજન પહેલાં અને પછી તેમના લોહી અને યૂરિનના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેના પરિણામો ચોંકાવનારા હતા. માંસાહારી બર્ગર ખાતા લોકોમાં એમોનિયાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું.
કેમ ખતરનાક છે એમોનિયા?
લીવર સિરોસિસથી પીડિત લોકોના શરીર એમોનિયાને યોગ્ય રીતે પ્રક્રિયા કરવામાં અસમર્થ હોય છે. આ એમોનિયા લોહીમાં એકઠું થાય છે અને મગજ સુધી પહોંચે છે અને હેપેટિક એન્સેફાલોપથી નામની ગંભીર સ્થિતિનું કારણ બની શકે છે. તેના લક્ષણોમાં ભ્રમ, બેભાનતા, કોમા અને ત્યાં સુધી કે મૃત્યુ પણ થઈ શકે છે.
શું કરવું જોઈએ લીવરના દર્દીઓએ?
રિસર્ચના મુખ્ય લેખક અને હેપેટિક એન્સેફાલોપથીના નિષ્ણાત ડો. જસ્મોહન બજાજના જણાવ્યા અનુસાર "જો તમે દરરોજ માંસ છોડી શકતા નથી, તો ઓછામાં ઓછું અઠવાડિયામાં એક વખત ભોજનમાં માંસ બદલે પ્લાંટ-બેસ્ટ પ્રોટીન અપનાવો. આનાથી લીવર પરનું દબાણ ઓછું થઈ શકે છે."
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. આ લખવામાં અમે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી.
Trending Photos