સવારે 10 વાગ્યા સુધીમાં ગુજરાતના આ વિસ્તારોમાં ભૂક્કા બોલાવશે વરસાદ, હવામાન વિભાગનું ભયાનક ચેતવણી!
Gujarat Rain Alert : : ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક જિલ્લામાં તો ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે સવારના 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે વરસાદનું નાવ કાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. આ દરમિયાન મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ કલાકમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી , વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદ સહીત પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે 29 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે હવામાનની આગાહી પર અંબાલાલ પટેલે પુષ્ટિ આપી છે.
અંબાલાલ પટેલે 29 જુલાઈ સુધી રાજ્યમાં ઉત્તર, મધ્યઝ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઓગસ્ટમાં 6 થી 10 તારીખ અને 18 થી 21 તારીખે ભારથી અતિ ભારે વરસાદની આગાહી છે. તેમજ 3 સપ્ટેમ્બરના રોજ પણ ભારે વરસાદની આગાહી છે.
Trending Photos