ગજબ ! દુનિયાની એવી જગ્યાઓ, જ્યાં ક્યારેય નથી પડતી રાત!

Knowledge : દુનિયામાં એવી કેટલીક જગ્યાઓ છે, જ્યાં રાત્રે પણ અંધકાર નથી થતો, 24 કલાક સૂર્ય ચમકતો રહે છે. આ અનોખી કુદરતી ઘટનાને મિડનાઇટ સન કહેવામાં આવે છે, ત્યારે આ જગ્યાઓ ક્યાં આવેલી છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

1/6
image

દુનિયામાં કેટલાક એવા દેશ છે જ્યાં રાત્રે પણ અંધકાર નથી થતો, 24 કલાક સૂર્ય ચમકતો રહે છે. આ અનોખી કુદરતી ઘટનાને "મિડનાઇટ સન" કહેવામાં આવે છે, જે મુખ્યત્વે ધ્રુવીય પ્રદેશોમાં જોવા મળે છે.

2/6
image

નોર્વેને "લેન્ડ ઓફ ધ મિડનાઈટ સન" તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં મે અને જુલાઈ વચ્ચે ક્યારેય સૂર્ય આથમતો નથી. નોર્થ કેપ અને સ્પિટ્સબર્ગન જેવા સ્થળોએ આ અદ્ભુત દૃશ્યનો આનંદ લઈ શકાય છે.

3/6
image

સ્વીડનના ઉત્તર ભાગમાં પણ "મિડનાઇટ સન" જોઈ શકાય છે. કિરુના અને એબિસ્કો જેવા શહેરોમાં મેથી ઓગસ્ટ સુધી સૂર્ય સતત ચમકતો રહે છે. સ્વીડનના સુંદર તળાવો અને જંગલો સાથે આ અનોખી ઘટનાનો અનુભવ વધુ વિશેષ બની જાય છે.

4/6
image

ફિનલેન્ડના લેપલેન્ડ વિસ્તારમાં સતત 73 દિવસ સુધી સૂર્ય અસ્ત થતો નથી. અહીં તમે રાત્રે પણ સૂર્ય પ્રકાશનો આનંદ માણી શકો છો. ઉનાળાની ઋતુમાં અહીંનું લેન્ડસ્કેપ ખૂબ જ આકર્ષક લાગે છે.

5/6
image

આઇસલેન્ડમાં જૂન મહિનામાં ક્યારેય સૂર્ય આથમતો નથી. અહીં દિવસ અને રાત વચ્ચે કોઈ તફાવત નથી, કારણ કે અહીં હંમેશા દિવસ રહે છે. મિડનાઇટ સન કેનેડાના ઉત્તરીય વિસ્તારોમાં પણ જોઈ શકાય છે. આ અદ્ભુત નજારો યુકોન અને નુનાવુત જેવા વિસ્તારોમાં અનુભવી શકાય છે.

6/6
image

અલાસ્કાના ઉત્તર ભાગમાં મેથી જુલાઈ સુધી સૂર્ય સતત ચમકતો રહે છે. તો રશિયાના ઉત્તરીય ભાગમાં પણ કેટલાક દિવસો સુધી સૂર્ય આથમતો નથી, જેના કારણે ત્યાં હંમેશા અજવાળું રહે છે.