Mysterious Village: દુનિયાનું સૌથી રહસ્યમયી ગામ, અહીં ધોળા દિવસે દેખાય વિચિત્ર આકૃતિઓ, વૈજ્ઞાનિકો પણ નથી જાણી શક્યા આ રહસ્ય વિશે

Mysterious Place in Russia: રશિયામાં એમ ટ્રાયેંગલ કરીને એક રહસ્યમયી ગામ છે જ્યારે વિચિત્ર ઘટનાઓ બને છે. અહીં મોબાઈલ નેટવર્ક પણ ફેલ થઈ જાય છે. ગામમાં ફક્ત એક જગ્યા છે જ્યાંથી કોલ કરવો શક્ય બને છે. આ જગ્યાના રહસ્યો વિશે વૈજ્ઞાનિકો પણ જાણી શક્યા નથી.
 

મોલ્યોબ્કા ટ્રાયેંગલ

1/6
image

રશિયામાં એક એવું ગામ છે જેના રહસ્યોને વૈજ્ઞાનિકો સમજી શકતા નથી. આ ગામને એમ ટ્રાયેંગલ અથવા તો મોલ્યોબ્કા ટ્રાયેંગલ નામની ઓળખવામાં આવે છે. આ જગ્યા મોસ્કોથી 600 મીલ દુર આવેલું છે. આ જગ્યા ઉરાલ પર્વતો પાસે આવેલી છે. સ્થાનીક લોકો પહેલા આ જગ્યાને પવિત્ર માનતા હતા પરંતુ સમયની સાથે આ જગ્યા તેની રહસ્યમયી ઘટનાના કારણે ચર્ચામાં રહેવા લાગી.  

ટ્રાફિકનો અવાજ

2/6
image

આ જગ્યાને પર્મ વિષમ ઝોન પણ કહેવામાં આવે છે જે 70 વર્ગ મીલમાં ફેલાયેલી છે. 1980 માં પહેલીવાર આ જગ્યા ત્યારે ચર્ચામાં આવી જ્યારે અહીં વિચિત્ર અવાજો સંભળાવા લાગ્યા. અહીં ટ્રાફિકનો અવાજ આવતો હોય તેવા અવાજ રેકોર્ડ કરવામાં આવ્યા. જો કે અહીંની સૌથી નજીકનો રોડ પણ 40 કિમી દુર છે તેવામાં ટ્રાફિકનો અવાજ ગામમાં કેવી રીતે આવે તો રહસ્ય બની ગયું.  

વિચિત્ર આકૃતિઓ દેખાય

3/6
image

અહીં આકાશના પ્રકાશમાં પણ વિચિત્ર આકૃતિઓ દેખાય છે. પ્રકાશની રહસ્યમયી કિરણોથી જંગલોમાં પારદર્શક આકૃતિઓ દેખાય છે. ઘણીવાર વિચિત્ર ચિન્હો આકાશમાં બનેલા દેખાય છે. કેટલાક લોકોએ અહીં યૂએફઓ જોયાનો પણ દાવો કર્યો છે. માન્યતા એવી પણ છે કે અહીં રહેનારની બુદ્ધિમત્તા વધી જાય છે અને બીમાર વ્યક્તિ સાજા થઈ જાય છે.   

કોલ બોક્સ ટેકરી

4/6
image

સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહીં દરેક કંપનીના મોબાઈલ નેટવર્ક કંપનીઓના ટાવર છે પરંતુ તેમ છતા ગામમાં મોબાઈલ કામ નથી કરતાં. બસ એક ટેકરી છે જેને કોલ બોક્સ કહેવાય છે ત્યાંથી કોલ કનેક્ટ થાય છે. કોઈ વ્યક્તિ આ ટેકરી પર જઈ કોલ કરે તો દુનિયાના કોઈપણ ખૂણે વાત થાય. પરંતુ ટેકરી પરથી નીચે ઉતરવાની સાથે કોલ કટ થઈ જાય છે.   

એમ ટ્રાયેંગલ

5/6
image

આ ઘટનાઓના કારણે એમ ટ્રાયેંગલ ગામ આજે પણ રહસ્યમયી છે. વૈજ્ઞાનિકોએ અહીં ઘણી શોધ કરી છે પરંતુ કોઈ ઠોસ જવાબ મળ્યો નથી. આ જગ્યાને લોકો અનોખી માને છે. 

6/6
image