'Kiss કરી લઉં...' અસિત મોદીએ 'તારક મહેતા'ની અભિનેત્રીને કરી હેરેસ, બબીતાજી થઈ ગુસ્સે

TMKOC : ટીવીના ફેમસ કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ને 17 વર્ષ પૂર્ણ થયા છે. આજે પણ આ શો TRP ચાર્ટમાં ટોપ પર છે. પરંતુ શોની કહાની અને રસપ્રદ પાત્રો ઉપરાંત પ્રોડ્યુસર પણ ચર્ચામાં છે. શોમાં શ્રીમતી રોશન સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેત્રીએ અસિત મોદી પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. 

1/6
image

ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફરી એકવાર ચર્ચામાં છે. શોનું દરેક પાત્ર ફેમસ છે, જેને ચાહકો જોવાનું પસંદ કરે છે. આ શો લાંબા સમયથી વિવાદોમાં પણ રહ્યો છે. ઘણા કલાકારો તેને છોડી ચૂક્યા છે. 

2/6
image

આ સાથે જેનિફર મિસ્ત્રી સહિત ઘણા કલાકારોએ તેના પ્રોડ્યુસર અસિત મોદી પર શોષણનો આરોપ લગાવ્યો હતો. આ શોમાં શ્રીમતી સોઢીનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી જેનિફરે ફરી એકવાર અસિત મોદી વિશે મોટા ખુલાસા કર્યા છે.

3/6
image

જેનિફર મિસ્ત્રીએ તાજેતરમાં પિંકવિલા સાથે વાત કરતી વખતે ખુલાસો કર્યો છે કે વર્ષ 2018માં જ્યારે ઓપરેશન હેડ સોહેલ રામાણી તેની સાથે દુર્વ્યવહાર કરી રહ્યો હતો, ત્યારે તે મદદ માટે અસિત મોદી પાસે ગઈ હતી. તે કહે છે કે તે સોહેલ વિશે ફરિયાદ કરવા અસિત પાસે ગઈ હતી પરંતુ તેણે આ બાબત પર ધ્યાન ના આપ્યું અને કહેવા લાગ્યો 'સેક્સી લગ રહી હો'. જેનિફરના જણાવ્યા મુજબ, અસિત મોદીએ વર્ષ 2022માં પણ તેને વર્બલી હેરેસ કરી હતી.

4/6
image

આ સાથે જેનિફર મિસ્ત્રીએ 5 વર્ષ જૂની કહાની પણ શેર કરી. 2019ના સિંગાપોર શૂટિંગની કહાની યાદ કરતાં તેણીએ કહ્યું કે અસિત મોદી તેનો સંપર્ક કર્યો હતો. જેનિફરના જણાવ્યા મુજબ, પ્રોડ્યુસરે તેના ઘરે આવીને સાથે વ્હિસ્કી પીવાની ઓફર પણ કરી હતી. 

5/6
image

માત્ર એટલું જ નહીં, જેનિફર મિસ્ત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે ત્રીજા દિવસે તે કોફી શોપમાં તેની ખૂબ નજીક આવ્યો હતો અને તેને કહ્યું કે તેના હોઠ ખૂબ જ સેક્સી છે અને તેને પકડીને કિસ કરવા પણ કહ્યું. અભિનેત્રી કહે છે કે તે આ શબ્દો સાંભળીને ચોંકી ગઈ. 

6/6
image

જેનિફરનો એવો પણ દાવો છે કે જ્યારે તેણે શોના બબીતાજી એટલે કે મુનમુન દત્તાને આ વિશે કહ્યું, ત્યારે તેણે અસિત મોદીને ઠપકો આપ્યો. જેનિફર તેને એક મજબૂત મહિલા કહે છે અને દાવો કરે છે કે અસિત મુનમુનથી ડરે છે.