Recipe: દાળવડાને ભુલાવી દે એવા ટેસ્ટી અને કરકરા ભાતના ભજીયા બનાવવાની રીત
Mosoon Special Recipe: વરસાદ પડે એટલે 99 ટકા ઘરમાં ભજીયા બને છે. વરસાદી વાતાવરણમાં ગરમાગરમ ભજીયા ખાવાની મજા અલગ જ હોય છે. ભજીયા અલગ અલગ વસ્તુઓ સાથે બને છે. પણ આજે તમને વધેલા ભાતમાંથી દાળવડા જેવા ક્રિસ્પી ભજીયા કેવી રીતે બનાવવા તે જણાવીએ.
કરકરા ભજીયા
ઘરમાં જો ભાત વધ્યા હોય તો તેનો ઉપયોગ કરી તમે સ્વાદિષ્ટ અને કરકરા ભજીયા બનાવી શકો છો. આ ભજીયા ફુદીનાની ચટણી સાથે ખાશો તો જલસો પડી જશે. તો ચાલો તમને જણાવીએ ભાતના ભજીયા કેવી રીતે બનાવવા.
ભજીયા માટેની સામગ્રી
2 કપ ભાત, 1 કપ ચણાનો લોટ, લીલા ધાણા, લીલા મરચાં અને આદુની પેસ્ટ 1 ચમચી, અજમા, મીઠું, તેલ, લાલ મરચું પાવડર.
ભજીયાનું બેટર
એક મોટા બાઉલમાં સૌથી પહેલા ચણાનો લોટ લેવો અને તેમાં થોડું પાણી ઉમેરી ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં તેલ સિવાયની બધી જ સામગ્રી ઉમેરી ભજીયાનો ઘોળ તૈયાર કરી લો. આ ભજીયાનું બેટર વધારે પાતળું ન કરવું. બેટર થોડું ઘટ્ટ જ રાખવું.
ગરમ તેલમાં ભજીયા તળી લો
ભજીયાના મિશ્રણને 10 મિનિટ રેસ્ટ આપો અને પછી ગરમ તેલમાં ભજીયા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
ભજીયાનું બેટર
જો ભજીયાનું બેટર ઘટ્ટ રાખશો તો ભજીયાનો આકાર સરળ ગોળ રહેશે અને ભજીયા ક્રિસ્પી પણ બનશે. સાથે જ ભાત હોય તેના કરતાં અડધો ચણાનો લોટ લેવો. આ 2 વાતનું ધ્યાન રાખશો તો ભજીયા સૌથી સારા બનશે
Trending Photos