આ ભારતીય ક્રિકેટર બન્યો પિતા...પત્નીએ જોડિયા બાળકોને આપ્યો જન્મ, જુઓ Photos
Indian Cricketer Became Father : આ ભારતીય ક્રિકેટરના ઘરે પારણું બંધાયું છે. પત્નીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. ક્રિકેટરની પત્નીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.
ભારતનો સ્ટાર ક્રિકેટર નીતિશ રાણા પિતા બન્યો છે. તેની પત્ની સચી મારવાહે જોડિયા પુત્રોને જન્મ આપ્યો છે. સચીએ પોતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી છે.
સચીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી અને કેપ્શનમાં લખ્યું, 'આપણા કાયમના ટેટૂથી લઈને જોડિયા પુત્રો સુધી...પ્લોટ ટ્વિસ્ટ જેની અમને અપેક્ષા નહોતી. એ જ તારીખ (14.06.25)...અમે પણ એ જ...તેમાં ફક્ત બે નાના બાળકો ઉમેરાયા છે.'
તેણે પોસ્ટમાં લખ્યું છે કે આ કહાનીમાં ટ્વીસ્ટ જેવું છે જેના વિશે અમે વિચાર્યું પણ નહોતું. નીતિશ IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે રમે છે અને અગાઉ કોલકાતા નાઈટ રાઇડર્સનું નેતૃત્વ પણ કરી ચૂક્યો છે.
સચીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ, બંને પુત્રોનો જન્મ 14 જૂને થયો હતો. સચીએ IPL 2025 દરમિયાન કેટલીક તસવીરો પણ શેર કરી હતી. તે દરમિયાન તે ગર્ભવતી જોવા મળી રહી છે.
18 ફેબ્રુઆરી 2019ના રોજ નીતિશે સચી સાથે લગ્ન કર્યા. સચી એક ઇન્ટિરિયર ડિઝાઇનર અને કોમેડિયન અભિષેક કૃષ્ણાની બહેન છે. સચીની પોસ્ટ પર ધડાધડ અભિનંદનની પ્રતિક્રિયાઓ આવી રહી છે.
Trending Photos