આ તારીખે જન્મેલા લોકોને ભાગ્ય હંમેશા આપે છે સાથ, કેતુની કૃપાથી ધનમાં આળોટે, તેમની આગળ કોઈનું ચપ્પણીયું પણ ન ચાલે

Numerology: અંક જ્યોતિષ મુજબ દરેક મૂળાંકની કેટલીક ખુબીઓ અને કેટલીક કમીઓ હોય છે. તેનાથી વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિત્વનો અંદાજો લગાવી શકાય છે. 

1/7
image

અંક જ્યોતિષ મુજબ જે લોકોનો મૂળાંક 7 હોય તેઓ પોતાની શરતો પર જીવવાનું પસંદ કરે છે. આ લોકો પોતાની મરજીના માલિક હોય છે અને જે મનમાં આવે તે જ ધાર્યુ કરે છે. અત્રે જણાવવાનું કે જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 7, 16, 25 તારીખના રોજ થયો હોય તેમનો મૂળાંક 7 હોય છે.   

કેવા હોય છે 7 મૂળાંકવાળા લોકો

2/7
image

અંક જ્યોતિષ મુજબ મૂળાંક 7 વાળા લોકો ખુબ જ મહેનતુ હોય છે અને કોઈ પણ કામને કરવામાં પીછેહટ કરતા નથી. સૌથી ખાસ વાત એ છે કે ભાગ્ય પણ તેમને હંમેશા સાથ આપે છે. આ લોકો પોતાની બુદ્ધિમત્તાથી કોઈ પણ બગડેલું કામ સરળતાથી પાર  પાડી શકે છે.   

રહસ્યમય સ્વભાવ

3/7
image

મૂળાંક 7 વાળા લોકો રહસ્યમયી હોય છે અને પોતાના મનની વાત દરેક સાથે શેર કરતા નથી. સામેવાળા વ્યક્તિ માટે તેમના મનને સમજવું ખુબ મુશ્કેલ હોય છે. તેમનો મિજાજ હંમેશા હસમુખ હોય છે અને આવામાં તેમના દુ:ખનો અંદાજો લગાવી શકાતો નથી.   

મળે છે ખુબ દૌલત-શોહરત

4/7
image

મૂળાંક 7વાળા લોકો જીવનમાં ખુબ દૌલત શોહરત કમાય છે. પોતાની મહેનતના દમ પર કરિયરમાં સન્માન અને પ્રગતિ મેળવે છે. આ લોકો આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે અને બીજાની અપેક્ષાએ તેમનામાં ધૈર્ય શક્તિ ખુબ વધુ હોય છે. ખુબ કપરી સ્થિતિમાં પણ તેઓ શાંત રહે છે.   

કેતુનો પ્રભાવ

5/7
image

અંક જ્યોતિષ મુજબ મૂળાંક 7નો સ્વામી કેતુ હોય છે અને આથી આ મૂળાંકના લોકો સ્વભાવે દાર્શનિક તથા ચિંતક હોય છે. આ લોકો હર પળ કોઈને કોઈ શોધમાં લાગેલા હોય છે. ક્યારેક પોતાના કામ અંગે તો ક્યારેક પોતાના સંબંધ વિશે. 

દરેક ન હોય તેમના મિત્ર

6/7
image

મૂળાંક 7 વાળા લોકોના સૌથી સારા મિત્રો 5 અને 6 મૂળાંકવાળા હોય છે. આ લોકો દરેક સાથે મિત્રતા કરતા નથી અને જેને પોતાના મિત્ર બનાવે છે તેમના માટે કઈ પણ કરવા તૈયાર હોય છે. સામાન્ય રીતે આવા લોકોને બુદ્ધિજીવી લોકો પસંદ પડે છે. 

Disclaimer:

7/7
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.