પાપી ગ્રહ કેતુને પ્રિય હોય છે આ તારીખે જન્મેલા લોકો, રાતોરાત બનાવી દે છે કરોડપતિ, અચાનક મળે યશ-કિર્તી, ધન-સંપત્તિ!
ક્રૂર અને પાપી ગ્રહ તરીકે ગણાતા કેતુની જ્યારે કૃપા થાય તો તે વ્યક્તિને રંકમાંથી રાતોરાત રાજા બનાવી દે છે. કેતુને એક ખાસ મૂળાંકના જાતકો ખુબ પ્રિય છે અને આ લોકોનું ભાગ્ય અચાનક ચમકાવી દે છે.
Ketu Mulank 7: અંકશાસ્ત્ર મુજબ દરેક મૂળાંકના ગ્રહ સ્વામી હોય છે. કેતુ ગ્રહ મૂળાંક 7ના સ્વામી છે. આથી મૂળાંક 7વાળા પર કેતુ ગ્રહનો પ્રભાવ હોય છે.
મૂળાંક 7
કોઈ પણ મહિનાની 7, 16 કે 25 તારીખે જે જાતકોનો જન્મ થયો હોય તેમનો મૂળાંક 7 કહેવાય છે. કેતુને આ તારીખે પેદા થયેલા લોકો ખુબ પ્રિય હોય છે અને તેમના પર તેમની વિશેષ કૃપા રહે છે.
બુદ્ધિશાળી અને રહસ્યમયી
મૂળાંક 7ના જાતકો શાંત, બુદ્ધિશાળી, જિજ્ઞાસુ, અને રહસ્યમયી સ્વભાવવાળા હોય છે. તેમને આધ્યાત્મમાં ખુબ રસ હોય છે. તેઓ હંમેશા નવી નવી વસ્તુઓ જાણવા માટે ઉત્સુક રહે છે. આ સાથે જ તેઓ પોતાના વિચારો અને સિદ્ધાંતો પ્રત્યે એકદમ દ્રઢ હોય છે.
નીડર અને રચનાત્મક
મૂળાંક 7 વાળા જાતકો ખુબ નીડર, કળાત્મક અને રચનાત્મક હોય છે. પડકારોનો સામનો કરવાથી જરાય ગભરાતા નથી. આ સાથે જ પોતાની પ્રતિભાના દમ પર મોટી સફળતા મેળવે છે. અનેક વર્ષોની મહેનત બાદ અચાનક મોટી સફળતા મેળવે છે.
પોતાની મરજીના માલિક
મૂળાંક 7ના જાતકો પોતાની શરતો પર જીવનારા અને પોતાની મરજીના માલિક હોય છે. તેઓ જે નક્કી કરી લે તે પૂરું કરીને જ દમ લે છે. જો કે જો તેઓ નિરાશ થઈ જાય તો પછી પાછા ટ્રેક પર લાવવા થોડા મુશ્કેલ હોય છે. તેઓ એકલા રહેવાનું પસંદ કરે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos