Pavanamuktasana: જે લોકોને આ 5 બીમારી હોય તેમણે રોજ કરવું જોઈએ પવનમુક્તાસન, દવા વિના સમસ્યા દુર થવા લાગશે
Benefits of Pavanamuktasana: પવનમુક્તાસન અત્યંત લાભકારી આસન છે. તેનાથી પેટ, આંતરડા, પાચન સંબંધિત સમસ્યા દુર કરવામાં મદદ મળે છે. સવારના સમયે પેટ ખાલી હોય ત્યારે આ યોગનો અભ્યાસ કરવો જોઈએ. ખાસ કરીને જેમને આ 5 સમસ્યા હોય તેમણે નિયમિત પવનમુક્તાસન કરવું જોઈએ.
નબળી પાચનશક્તિ
પવનમુક્તાસન કરવાથી પેટ પર પ્રેશર આવે છે. તેનાથી આંતરડા સક્રિય થાય છે અને ભોજનનું પાચન સુધરે છે.
ગેસ અને સોજા
આ આસનનું નામ જ પવનમુક્તાસન છે. આ આસન કરવાથી શરીરમાંથી વાત એટલે કે ગેસ મુક્ત થાય છે. નિયમિત આ આસનનો અભ્યાસ કરવાથી પેટના સોજા ઓછા થાય છે.
કમરદર્દ
પવનમુક્તાસન કરવાથી કરોડરજ્જુ અને પીઠના નીચેના ભાગ પર હળવું ખેંચાણ અનુભવાય છે. તેનાથી કમરદર્દ, કમરના સાંધાની તકલીફ દુર થવા લાગે છે. ઓફિસમાં કલાકો સુધી બેસવાનું હોય તેમના માટે આ યોગ લાભકારી છે.
સ્થૂળતા
આ આસન કરવાથી પેટ અને કમરની ચરબી ઓછી કરવામાં મદદ મળે છે. તેનાથી પેટના સ્નાયૂ સંકુચિત થાય છે. નિયમિત રીતે આ આસન કરવાથી સ્થૂળતા ઓછી કરવામાં મદદ મળે છે.
માનસિક તણાવ
પવનમુક્તાસન ઊંડા શ્વાસ લેવાની પ્રક્રિયાને વધારે છે. તેનાથી મગજને વધારે ઓક્સીજન મળે છે. જેના કારણે માનસિક તણાવ, થાક અને ચિંતાથી રાહત મળે છે.
Trending Photos