દેશના આ રાજ્યોમાં 5 દિવસ વરસાદનું એલર્ટ, વાવાઝોડા અને વિજળી પડવાની પણ આપી છે ચેતવણી

Rain Alert: દેશના 5 રાજ્યોમાં 1થી 5 જૂન દરમિયાન વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગુજરાતની પણ આગાહિ કરવામાં આવી છે. 

1/5
image

Rain Alert:  ઉત્તર ભારતમાં હવામાનનો મિજાજ બદલાઈ રહ્યો છે. હવે ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ગરમીથી રાહત મળી રહી છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી ચારથી પાંચ દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ અને તોફાનની ચેતવણી આપવામાં આવી છે. 2 અને 3 જૂને ભારે વરસાદ પડશે. તે જ સમયે, 3 જૂન સુધી પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. 2 જૂને ઉપ હિમાલય પશ્ચિમ બંગાળમાં ખૂબ જ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.  

2/5
image

અરુણાચલ પ્રદેશમાં 1 જૂન, આસામ, મેઘાલયમાં 1 થી 3 જૂન, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 1 જૂન અને 2 જૂને ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. પૂર્વ અને મધ્ય ભારતની વાત કરીએ તો મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, બિહાર અને ઓડિશામાં 1 થી 4 જૂન દરમિયાન મધ્યમ વરસાદ પડશે.   

3/5
image

ગુજરાતની વાત કરીએ તો માછીમારો માટે આજે એટલે કે પહેલી તારીખથી 04 જૂન સુધી વોર્નીંગ આપવામાં આવી છે. ગુજરાત માટે હવામાન વિભાગે 07 તારીખ સુધી કોઈ ભારે વરસાદની આગાહિ કરી નથી.  

4/5
image

વાવાઝોડા અને વીજળી પડવાની પણ શક્યતા છે. ઉત્તર પશ્ચિમ ભારતના હવામાનની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં 1 થી 5 જૂન વચ્ચે વરસાદ, વાવાઝોડા, વીજળી પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.  

5/5
image

3 જૂને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં અને 2 અને 3 જૂને પૂર્વ રાજસ્થાનમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડમાં 1 થી 4 જૂન અને પંજાબ અને હરિયાણામાં 3 જૂને ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. પશ્ચિમ ભારતની વાત કરીએ તો કોંકણ અને ગોવામાં 1 જૂને વરસાદ થવાની છે. 1 થી 4 જૂન દરમિયાન દક્ષિણ ભારતમાં કેરળ, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી છે.