ગુજરાતમાં આ તારીખથી વધશે વરસાદનું જોર, જન્માષ્ટમી દરમિયાન વરસાદ બની શકે છે વિલન!

Gujarat Monsoon Forecast: ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી થઈ રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના સ્થળો અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં હવામાન શુષ્ક રહ્યું હતું. ત્યારે આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ.

1/6
image

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વરસાદનું જોર ઘટી જશે. આગામી સાત દિવસ સમાન્યથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

2/6
image

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, વરસાદી સિસ્ટમો સક્રિય છે. હવામાન વિભાગ અનુસાર ગઈકાલે ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારમાં બનેલું લો-પ્રેશર લેસ માર્કમાં પરિણમ્યું છે, જોકે, સંકળાયેલ ચક્રવાતી પરિભ્રમણ ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારમાં યથાવત રહશે. જે દરિયાની સપાટીથી સરેરાશ 7.6 કિમી ઉપર અને ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ તરફનું છે. 

3/6
image

આ સાથે અન્ય મોન્સૂન ટ્રફ છે જે સરેરાશ દરિયાની સપાટી પરથી બિકાનેર, સીકર, દતિયા, સિદ્ધિ, રાંચી, દિઘા તેમજ પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ બંગાળની ખાડીમાં પસાર થાય છે. આ ઉપરાંત અપર એર સક્ર્યુલેશન દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સરેરાશ દરિયાની સપાટીથી 1.5 કિમી ઉપર ફેલાયેલું છે. એક ટ્રફ ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશથી ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ, સરેરાશ સમુદ્રની સપાટીથી 0.9 કિમી ઉપર ફેલાયેલું છે. ગઈકાલનો ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણ બાંગ્લાદેશ તરફનો ટ્રફ લેસ માર્ક થયો છે.

4/6
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ગુજરાતના વરસાદમાં અપડાઉન લાવે તેવી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટશે. બંગાળના ઉપસાગરમાંથી આવેલો ભેજ ગુજરાતમાં ફરી વરસાદ લાવશે. 3 ઓગસ્ટથી મોટા ફોરાનો વરસાદ પડશે. તો 6 થી 10 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આ કારણે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે.   

5/6
image

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે 18 થી 20 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદ આવશે. તેમજ 23 ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે. ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં 27 થી 30 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડશે. 

6/6
image

3 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે. અંબાલાલ પટેલે જન્માષ્ટમી દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા માણી શકશે. જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે. ઓગસ્ટના અંતમાં ગણેશ ચતુર્થી દરમિયાન વરસાદ રહેશે.