શા માટે છોકરીઓને પસંદ આવે છે મોટી ઉંમરના પુરુષો? તેની પાછળનું આ છે મોટું કારણ
Relationship Secrets: જાણીતા ગઝલ ગાયક જગજીત સિંહની એક ગઝલ તમને યાદ છે? ના ઉમ્ર કી સીમા હો... ન જન્મ કા હો બંધન, જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન...બસ આવું કઈક પ્રેમમાં જોવા મળી રહ્યું છે. પાર્ટનરની ઉંમર, જાત પાત, વગેરે કશું ધ્યાનમાં આવતું નથી.
એવા અનેક કિસ્સા જોવા મળશે કે, જેમાં નાની ઉંમરની યુવતીઓ મોટી ઉંમરના પુરુષોના પ્રેમમાં પડી જાય છે. પ્રેમ એક એવી અનુભૂતિ છે કે તેમાં જ્યારે મન મળી જાય તો ઉંમર, જાત, પાત, પૈસો...કઈ ધ્યાનમાં આવતું નથી. આજકાલ નાની ઉંમરની છોકરીઓ મોટી ઉંમરના પુરુષોના પ્રેમમાં પડી જાય એવા પણ કિસ્સા જોવા મળે છે. ત્યારે એમ સવાલ સ્વાભાવિક પણે થાય કે આખરે મહિલાઓ પોતાના કરતા મોટી ઉંમરના પુરુષો પ્રત્યે આકર્ષિત કેમ થઈ જાય છે. ત્યારે આ પાછળ કયા કારણો જવાબદારી હોઈ શકે તે પણ જાણો. થોડા કારણો તમને જણાવીએ.
અનુભવ
મોટી ઉમરના પુરુષોમાં અનુભવ વધુ હોય છે અને છોકરીઓને અનુભવી પુરુષો વધુ પસંદ હોય છે. તેમની સેન્સ ઓફ હ્યુમર વધુ સારી હોય છે. આથી તેઓ પોતાનાથી મોટી ઉંમરના પુરુષો પ્રત્યે આકર્ષિત થઈ જાય છે.
આત્મવિશ્વાસ
મોટી ઉંમરના પુરુષોનું કોન્ફિડન્સ લેવલ વધુ સારું હોય છે અને છોકરીઓને તે ખુબ પ્રભાવિત કરે છે. આવામાં ઓછી ઉંમરની છોકરીઓ મોટાભાગે અનુભવી અને આત્મવિશ્વાસથી ભરેલા પુરુષોને પોતાનું દિલ આપવાનું પસંદ કરે છે.
પરિપકવતા
છોકરીઓની સરખામણીએ છોકરાઓમાં પરિપકવતા થોડી મોડી આવે છે. જો કે છોકરીઓને પરિપકવ છોકરા વધુ પસંદ હોય છે. આવામાં તે પોતાનાથી મોટી ઉમરના પુરુષોને ડેટ કરવાનું પસંદ કરે છે અને આવા પાર્ટનર્સ સાથે સેફ ફીલ કરે છે. તેમને એવું લાગે છે કે સમજદાર પાર્ટન સરળતાથી તેમને સંભાળી શકશે.
ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી
મોટાભાગે યુવતીઓ પોતાનાથી મોટી ઉંમરના પુરુષો પ્રત્યે એટલા માટે પણ આકર્ષિત થઈ જાય છે કારણ કે તેઓ પૈસે ટકે વધુ ઈન્ડિપેન્ડેન્ટ હોય છે અને સરળતાથી છોકરીઓના ખર્ચા ઉઠાવી શકે છે. આવામાં સમજદારી દાખવીને ફાઈનાન્શિયલ ઈન્ડિપેન્ડેન્ટ પુરુષો પર દિલ હારી જાય છે. જેથી કરીને આગળની લાઈફ સારી રીતે જીવી શકે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos