રશિયામાં ભૂકંપ, જાપાનમાં સુનામી... બાબા વેંગાની 'મહાપ્રલય' વાળી ભવિષ્યવાણી થઈ રહી છે સાચી! શું ભારત પર પણ મંડરાય રહ્યો છે ખતરો?

Russia Earthquake: રશિયામાં 8.8ની તીવ્રતાનો ખતરનાક ભૂકંપ આવ્યો છે, જેના કારણે અમેરિકા અને જાપાન સહિત ઘણા દેશોમાં સુનામીનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ઘટનાએ બાબા વેંગાની 2025ની વિનાશની ભવિષ્વાણીને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધી છે.

રશિયામાં ભૂકંપ પછી જાપાનમાં સુનામી

1/10
image

રશિયાના કમચટકા દ્વીપકલ્પમાં મંગળવારે રિક્ટર સ્કેલ પર 8.7-8.8ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ નોંધાયો હતો. તેને તાજેતરના વર્ષોમાં સૌથી ખતરનાક ભૂકંપોમાંથી એક ગણાવવામાં આવી રહ્યો છે.

અમેરિકામાં સુનામીની ચેતવણી જાહેર

2/10
image

અમેરિકાથી લઈ જાપાન સુધી સુનામીની ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે, જાપાનમાં ફુકુશિમાના પરમાણુ પ્લાન્ટને પણ ખાલી કરાવવામાં આવ્યો છે. આંદામાન-નિકોબાર ટાપુઓ પ્રભાવિત થવાની સંભાવના છે.

બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી રહી છે!

3/10
image

આ વિનાશકારી આંચકાએ ફરી એકવાર બલ્ગેરિયાના રહસ્યમય ભવિષ્યવક્તા બાબા વેંગાની ભવિષ્યવાણીને ચર્ચામાં લાવી દીધી છે. તેમણે કહ્યું હતું કે, 2025-2026ની વચ્ચે ધરતી ધ્રુજશે, ભયંકર પૂર અને ભૂકંપ દુનિયાને તબાહી તરફ દોરી જશે. તેમણે દાવો કર્યો હતો કે, આ 'મહાપ્રલય'ની શરૂઆત હોઈ શકે છે.

દુનિયામાં પહેલા પણ આવી ચૂક્યા છે આવા ભૂકંપ

4/10
image

ઐતિહાસિક રીતે જોવામાં આવે તો ભૂકંપે ઘણી વખત મોટા પાયે તબાહી મચાવી છે. 1960માં ચિલીના વાલ્ડિવિયામાં 9.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 1,655 લોકોના મોત થયા હતા અને લાખો લોકો બેઘર થયા હતા. 1952માં રશિયાના કમચટકા પ્રદેશમાં જ 9.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે હવાઈમાં ભારે નુકસાન થયું હતું.

જાપાનમાં 2011માં આવ્યો હતો વિનાશકારી ભૂંકપ

5/10
image

2011માં જાપાનમાં આવેલ 'ગ્રેટ તોહોકુ' ભૂકંપ (9.1ની તીવ્રતા) પણ વિનાશકારી હતો, જેમાં 15,000થી વધુ લોકોના મોત થયા હતા અને 1.3 લાખ લોકો વિસ્થાપિત થયા હતા.

ભારતનો સૌથી શક્તિશાળી ભૂકંપ

6/10
image

ભારતમાં અત્યાર સુધીનો સૌથી ખતરનાક ભૂકંપ 1950માં અરુણાચલ પ્રદેશમાં આવ્યો હતો. તેને આસામ-તિબેટ ભૂકંપ કહેવામાં આવ્યો અને તેની તીવ્રતા 8.6 હતી. તેના કારણે ભારે વિનાશ થયો, જમીનમાં તિરાડો પડી, ભૂસ્ખલન થયું અને 780થી વધુ લોકોના મોત થયા હતા.

આખરે કેમ આવે છે ભૂકંપ?

7/10
image

પૃથ્વીની રચનામાં ચાર સ્તરો છે - ઈનર કોર, આઉટર કોર, આવરણ અને ક્રસ્ટ. ક્રસ્ટ અને આવરણના ઉપરના સ્તરને લિથોસ્ફિયર કહેવામાં આવે છે, જે ઘણા ટુકડાઓમાં વહેંચાયેલું છે. આને ટેક્ટોનિક પ્લેટો કહેવામાં આવે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે અથવા સરકે છે, ત્યારે ભૂકંપ ઉત્પન્ન થાય છે.

ત્રિદેવોનો વિનાશકારી ખેલ

8/10
image

ભૂકંપ દરમિયાન ધરતીમાં ત્રણ પ્રકારના તરંગો ઉત્પન્ન થાય છે - પી-તરંગો, એસ-તરંગો અને સપાટી તરંગો. પી-તરંગો સૌથી ઝડપી હોય છે, જ્યારે એસ-તરંગો ધીમા અને ઝૂલતા હોય છે. સપાટી તરંગોને સૌથી ઘાતક માનવામાં આવે છે, કારણ કે તે જમીનને ધ્રુજાવે છે.

રિક્ટર સ્કેલ અને ભૂકંપની તીવ્રતા

9/10
image

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. તે એક લોગરીદમિક સ્કેલ હોય છે, જેનો અર્થ એ થાય કે એક અંકના વધારા સાથે તીવ્રતા 10 ગણી વધી જાય છે. 6.0ની તીવ્રતાનો ભૂકંપ, 5.0ની તીવ્રતા કરતા 10 ગણો વધુ શક્તિશાળી માનવામાં આવે છે.

કેટલો થાય છે વિનાશ?

10/10
image

ભૂકંપની અસર ભૂકંપનું કેન્દ્રબિંદુ કેટલું ઊંડે છે તેના પર આધાર રાખે છે. જો ભૂકંપ ખૂબ છીછરો હોય, તો જોરથી ગડગડાટ થાય છે અને ઊર્જા સપાટી પર પહોંચે છે, જે ઇમારતોને નુકસાન પહોંચાડી શકે છે.