ગણતરીના કલાકોમાં બનશે અત્યંત ખતરનાક 'વિષ યોગ', 3 રાશિવાળા સાચવજો...નહીં તો બરબાદ થશો, જીવન ખેદાનમેદાન થઈ જશે!

વૈદિક જ્યોતિષ મુજબ કુંભ રાશિમાં વિષ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેનાથી  3 રાશિવાળાએ ખુબ સાવધાન રહેવાની જરૂર છે. જાણો તે રાશિઓ વિશે...

1/5
image

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો એક નિશ્ચિત સમયાંતરે રાશિ પરિવર્તન કરે છે. જેનાથી શુભ અને અશુભ યોગ બને છે. તમને જણાવી દઈએ કે કુંભ રાશિમાં વિષ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગ શનિ અને ચંદ્રમાની યુતિથી  બનશે. ચંદ્રમા 27 ફેબ્રુઆરીના રોજ કુંભ રાશિમાં ગોચર કરશે અને શનિદેવ પણ કુંભ રાશિમાં છે. જેનાથી આ વિષ યોગનું નિર્માણ થશે. આ યોગને જ્યોતિષમાં ખુબ અશુભ માનવામાં આવે છે. આથી આ યોગ બનવાથી 3 રાશિઓએ ખુબ સાવધાન રહેવું પડશે. કારણ કે આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય ખરાબ અને ધનહાનિના યોગ બની રહ્યા છે. જાણો તે લકી રાશિઓ વિશે.   

કર્ક રાશિ

2/5
image

વિષ યોગ કર્ક રાશિના જાતકો માટે નુકસાનદાયક સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યોગની યુતિ તમારી રાશિથી અષ્ટમ ભાવમાં થશે. આથી આ દરમિયાન તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. બહારનું ખાવાથી બચવું જોઈએ. કોઈ પણ નવું કાર્ય  હમણા શરૂ ન કરો તો સારું રહેશે. વાદ વિવાદથી બચવું. નહીં તો મનમોટાવ થઈ શકે છે. કારણ કે તમારી ઉપર શનિની ઢૈય્યા પણ ચાલે છે. આથી કોશિશ કરો કે જીવનના કોઈ મોટા નિર્ણય આ સમયગાળામાં ન લો. આ સમય દરમિયાન તમારે શનિદેવ અને ભગવાન શિવની પૂજા-અર્ચના કરવી જોઈએ.   

કન્યા રાશિ

3/5
image

કન્યા રાશિના જાતકો માટે વિષ યોગનું બનવું હાનિકારક સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં બની રહ્યો છે. આથી તમારે કોર્ટ કચેરીના મામલાઓમાં હારનો સામનો કરવો પડી શકે છે. મુસાફરીથી બચો. જો તમે કારોબારી હોવ તો તમારે લેવડદેવડ સાવધાનીપૂર્વક કરવી જોઈએ. કાર્યક્ષેત્રમાં જૂનિયર્સના કારણે તણાવ રહેશે. કારોબારમાં કર્મચારીઓના કારણે સમસ્યા અને પરેશાનીની આશંકા રહેશે. 

મીન રાશિ

4/5
image

મીન રાશિના જાતકો માટે આ વિષયોગનું બનવું ખુબ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે તે શનિ અને ચંદ્રમાનો સંયોગ તમારી રાશિથી 12માં ભાવમાં બનશે. આથી આ દરમિયાન ફાલતું ખર્ચાનો સામનો કરવો પડી શકે છે. જેનાથી તમારા બજેટ પર અસર પડશે. કોઈ નવું કાર્ય શરૂ કરતા બચવું જોઈએ. નોકરીયાત જાતકોને કાર્યક્ષેત્રમાં સહયોગીઓથી તણાવ પણ મળી શકે છે. આવામાં તમને સલાહ છે કે આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિનું ખાસ ધ્યાન રાખો.   

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.