ચૈત્ર પૂર્ણિમા પછી શુક્ર બદલશે ચાલ, આ 4 રાશિઓને મળશે બંગલા-ગાડી; ઘરમાં થશે રૂપિયાની રેલમછેલ!

Shukra Margi 2025: ચૈત્ર પૂર્ણિમા 12 એપ્રિલ છે અને તેના બીજા જ દિવસે દાનવોના ગુરુ શુક્ર પોતાનો ચાલ બદલવા જઈ રહ્યા છે. 13 એપ્રિલથી શુક્ર માર્ગી ચાલ ચાલશે અને 4 રાશિના જાતકો પર ધનની વર્ષા કરશે.

Venus Direct 2025

1/6
image

દરેક ગ્રહ સમયાંતરે પોતાની ચાલ બદલતા રહે છે અને રાશિ ગોચર કરે છે. શુક્ર આ સમયે મીન રાશિમાં છે અને વક્રી અવસ્થામાં છે. 13 એપ્રિલથી શુક્ર માર્ગી થવા જઈ રહ્યો છે. માર્ગીનો અર્થ છે સીધી ચાલ ચાલશે. ધન, વૈભવ, પ્રેમ અને સુખનો કારક શુક્રની સીધી ચાલ 4 રાશિના જાતકોને અઢળક સંપત્તિ પ્રદાન કરશે. જીવનમાં ખુશીઓ આવશે. જાણો કઈ રાશિઓને શુક્ર માર્ગી થવાથી લાભ થશે.

વૃષભ રાશિ

2/6
image

વૃષભ રાશિના જાતકો માટે શુક્રનું માર્ગી થવું અનુકૂળ રહેશે. ધન મળશે અને આર્થિક સમસ્યાઓ દૂર થશે. તમે લક્ઝરી વસ્તુઓ ખરીદશો. મોટી સફળતા મળશે. સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.

કર્ક રાશિ

3/6
image

કર્ક રાશિના જાતકોને શુક્રની સીધી ચાલથી લાભ થશે. કરિયરમાં પ્રગતિ મળશે. આવક વધી શકે છે. તમારા કામની પ્રશંસા થશે. બિઝનેસ સારો ચાલશે. રોકાણથી લાભ થશે.

મકર રાશિ

4/6
image

મકર રાશિના જાતકોને પણ શુક્રનો લાભ મળશે. હાલમાં જ મકર રાશિની 'સાડાસાતી' પણ સમાપ્ત થઈ છે. તેથી બેવડો ફાયદો થશે. પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળશે. સંબંધો સુધરશે. તમને અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે છે.

કુંભ રાશિ

5/6
image

કુંભ રાશિના જાતકોને પણ શુક્રનો લાભ મળશે. ધન-સંપત્તિમાં વધારો થશે. નવા-નવા સ્ત્રોતોથી ધન મળશે. તણાવ દૂર થશે. કામ બરાબર ચાલશે. પ્રમોશન મળવાનો યોગ છે.

6/6
image

(Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી.)