મંગળે ગોચર કરતા જ બન્યો શક્તિશાળી માલિકા રાજયોગ, 3 રાશિવાળાનો ભાગ્યોદય થશે, રાજા જેવું સુખ મળશે, બંપર લાભના યોગ!

જ્યોતિષ શાસ્ત્ર મુજબ માલિકા યોગનો અર્થ છે એક માળા બનવું. જે રીતે મોતીની માળામાં મોતિઓ એક બીજાથી જોડાયેલા હોય છે. એ જ રીતે જ્યારે સતત દરેક ભાવમાં એક સાથે ગ્રહ બિરાજમાન થાય છે ત્યારે તેની સારી અસર જોવા મળતી હોય છે. આ યોગ બનવાથી તમામ ગ્રહોને એક બજાથી બળ મળે છે. અત્રે જણાવવાનું કે ગુરુ અને શુક્ર મિથુન રાશિ, કર્ક રાશિમાં સૂર્ય અને બુધ, સિંહ રાશિમાં કેતુઅને કન્યા રાશિમાં મંગળ બિરાજમાન છે. 

1/5
image

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ લગભગ 45 દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. આવામાં દરેક રાશિ પર કઈક અસર જોવા મળતી હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને ભૂમિપત્ર, સાહસ આત્મવિશ્વાસના કારણ ગણવામાં આવે છે. આવામાં મંગળની સ્થિતિમાં ફેરફારની અસર જોવા મળે છે. મંગળે 28 જુલાઈના રોજ બુધની રાશિ કન્યામાં પ્રવેશ કર્યો. આવામાં તે માલિકા નામના રાજયોગનું નિર્માણ કરે છે. વાત જાણે એમ છે કે મંગળથી ચાર રાશિઓ પાછળ સતત દરેક રાશિમાં કોઈને કોઈ ગ્રહ છે જેના લીધે માલિકા રાજયોગનું નિર્માણ થાય છે. આ યોગ બૃહસ્પતિના મિથુન રાશિમાં શરૂ થઈ રહ્યો છે જે કન્યા રાશિમાં મંગળના હોવા સાથે સમાપ્ત થઈ રહ્યો છે. આવામાં 12 રાશિઓમાંથી 3 રાશિઓને સૌથી વધુ લાભ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...

કર્ક રાશિ

2/5
image

કર્ક રાશિના જાતકો માટે માલિકા યોગ ખુબ લકી સાબિત થઈ શકે છે. આ રાશિના લગ્ન ભાવમાં બુધ-સૂર્ય, દ્વાદશ ભાવમાં ગુરુ-શુક્ર, અને ત્રીજા  ભાવમાં મંગળ બિરાજમાન થશે. આ સાથે બીજા ભાવમાં કેતુ બિરાજમાન થશે. આવામાં આ રાશિના જાતકોને અનેક ક્ષેત્રોમાં લાભ મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. લાંબા  સમયથી ચાલતી પરેશાનીઓ દૂર થઈ શકે છે. કામ મામલે મુસાફરી કરવી પડી શકે. સારો એવા લાભ થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પાર પડી શકે છે. સંતાન તરફથી સારા પરિણામ મળી શકે છે. લવ લાઈફ સારી રહેશે. શત્રુઓ પર વિજય મળી શકે છે. કોઈ સારા સમાચાર મળી શકે. 

તુલા રાશિ

3/5
image

તુલા રાશિના જાતકો માટે પણ માલિકા યોગ લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોનો આધ્યાત્મ તરફ વધુ ઝૂકાવ થઈ શકે છે. આવામાં અનેક ધાર્મિક પ્રવાસ કરી શકો છો. દ્વાદશ ભાવમાં મંગળનું હોવું સારું ગણાતું નથી. પરંતુ અન્ય ગ્રહોની સ્થિતિને કારણે આ રાશિના જાતકોને આર્થિકની સાથે સાથે કૌટુંબિક મામલે પણ સફળતા મળી શકે છે. વિદેશ સંલગ્ન કામોમાં ખુબ સફળતા મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. શાસન-પ્રશાસનના કામોમાં પણ તમને સફળતા મળી શકે છે. પદ પ્રતિષ્ઠામાં વધારો થવાના યોગ છે. પિતા સાથે સારા સંબંધ થઈ શકે છે. મોટાભાગના કામોમાં સફળતા મળે તેવા યોગ છે. 

વૃશ્ચિક રાશિ

4/5
image

વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ માલિકા યોગ ખુબ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોની આવકમાં ઝડપથી વધારો થઈ શકે છે. સમાજમાં માન સન્માનમાં વધારો થઈ શકે છે. કોર્ટ કચેરીના કેસોમાં સફળતા મળી શકે છે. નોકરીયાતો માટે પણ સમય ખાસ રહી શકે છે. તમારા દ્વારા થઈ રહેલી મહેનતનું તમને ફળ મળી શકે છે. વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળી શકે. જેનાથી લાભ થશે. ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે. જીવનમાં સુખ શાંતિ રહેશે. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.