શુક્ર-શનિનો લાભ દ્રષ્ટિ યોગ આ 5 જાતકો માટે વરદાન, 6 જુલાઈથી શરૂ થશે અચ્છે દિન, અચાનક વધશે ધન-સંપત્તિ
જ્યોતિષ શાસ્ત્રની ગણના અનુસાર દરેક ગ્રહ સમય-સમય પર પોતાની ચાલ બદલતી રહે છે. ગ્રહોની ચાલ બદલવાથી ઘણીવાર વિશેષ અને લાભકારી યોગનું નિર્માણ થાય છે. જ્યોતિષીય ગણના અનુસાર 6 જુલાઈએ શુક્ર અને શનિનો લાભ દ્રષ્ટિ યોગનું નિર્માણ થશે. આવો જાણીએ આ યોગથી કઈ પાંચ રાશિના જાતકોને ફાયદો થશે.
વૃષભ રાશિ
શનિ અને શુક્ર બંને વૃષભ રાશિના કારક ગ્રહોમાં આવે છે. તેવામાં શુક્ર-શનિના લાભથી વૃષભ રાશિના જાતકોને વિશેષ લાભ થશે. આ સમયે તેની નજર વૃષભ રાશિને આર્થિક મજબૂતી, પ્રોપર્ટી લાભ અને નોકરીમાં સ્થાયીત્વ આપી શકે છે. લગ્ન યોગ્ય જાતકો માટે પણ સારો સમય છે.
કર્ક (Cancer)
શનિ અને શુક્રની દ્રષ્ટિથી જૂના અટવાયેલા કાર્યો પૂરા થશે. ધન લાભ અને માનસિક શાંતિનો યોગ બની રહ્યો છે. પરિવારમાં સુખ-સંતુલન વધશે અને રોકાણથી લાભ થઈ શકે છે.
તુલા (Libra)
તુલા શુક્રની રાશિ ચે અને શનિની મિત્ર રાશિ પણ માનવામાં આવે છે. તેથી શુક્ર-શનિના લાભ દ્રષ્ટિ યોગથી જીવનમાં અનેક પ્રકારના લાભ થશે. સુખ-ભોગમાં વધારો થશે. નવી ગાડી કે ઘર ખરીદવાની સંભાવના છે. શુક્ર-શનિની કૃપાથી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. કોર્ટ-કચેરીના મામલામાં રાહત મળી શકે છે.
મકર (Capricorn)
શનિ પોતાની રાશિના હોવાને કારણે જાતકોને કર્મ ક્ષેત્રમાં સફળતા મળશે. શુક્રની દ્રષ્ટિ સૌંદર્ય, સંગીત કે ફેશન સાથે જોડાયેલા લોકો માટે લાભકારી રહેશે. નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો સંભવ છે.
મીન (Pisces)
શનિની ત્રીજી દ્રષ્ટિ અને શુક્રની સપ્તમ દ્રષ્ટિ મીન રાશિના જાતકો પર પડી રહી છે. તેનાથી વેપાર વિસ્તાર, વિદેશ યાત્રા અને રિલેશનશિપમાં સ્થાયિત્વ મળશે. ક્રિએટિવ ફીલ્ડના લોકોને વિશેષ લાભ થશે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos