1 વર્ષ બાદ સૂર્યનું 'મહાગોચર', આ જાતકોની 30 દિવસ બલ્લે-બલ્લે, થશે ધન-સંપત્તિનો વરસાદ
Sun Transit 2025: ગ્રહોના રાજા સૂર્યનું રાશિ પરિવર્તન 14 એપ્રિલે થવાનું છે. સૂર્ય ગોચર કરી મેષ રાશિમાં પ્રવેશ કરશે અને પાંચ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવી દેશે.
એક વર્ષ બાદ મેષ રાશિમાં હશે સૂર્ય
સૂર્યનું આ ગોચર ખાસ રહેવાનું છે, કારણ કે એક વર્ષ બાદ સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય દેવ દર મહિને ગોચર કરે છે, જેથી એક રાશિચક્ર પૂર્ણ કરવામાં એક વર્ષનો સમય લાગે છે. જાણો 14 એપ્રિલ 2025થી કઈ રાશિના જાતકોને બમ્પર લાભ મળી શકે છે.
મેષ રાશિ પર પ્રભાવ
સૂર્યનું ગોચર મેષ રાશિમાં થઈ રહ્યું છે. મેષ રાશિના મંગળ અને સૂર્યમાં મિત્રતાનો ભાવ છે. જેથી આ ગોચર મેષ રાશિના જાતકોને વિશેષ લાભ આપશે. સાથે સાડાસાતીના કષ્ટોથી એક મહિના માટે રાહત અપાવશે. કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. સંબંધોમાં સુધાર થશે.
વૃષભ રાશિ
સૂર્યનું ગોચર વૃષભ રાશિના જાતકોને લાભ આપશે. કરિયરમાં અવિશ્વાસનીય પ્રગતિ થઈ શકે છે. ધનલાભ થશે. સરકારી નોકરી કરનાર જાતકોને લાભ થશે. તમારો પ્રભાવ વધશે. તમારા દુશ્મન પણ તમારૂ કંઈ બગાડી શકશે નહીં.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોની કમાણીમાં વધારો થશે. તમારો આત્મવિશ્વાસ વધશે. પ્રમોશન મળવાનો યોગ છે. પિકા કે પિતા તુલ્ય વ્યક્તિનો સહયોગ મળશે. સ્વાસ્થ્ય સારૂ થશે. શુભ સમાચાર મળી શકે છે.
કર્ક રાશિ
સૂર્યનું ગોચર કર્ક રાશિના જાતકોને મોટો લાભ આપશે. તાજેતરમાં આ જાતકોને પનોતીથી મુક્તિ મળી છે. હવે તમને સૂર્ય ફાયદો કરાવશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. પ્રમોશન મળી શકે છે. કોઈ મોટી સિદ્ધિ તમારા નામે થશે. આવક વધવાથી ધનલાભ થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના સ્વામી સૂર્ય દેવ છે અને તે આ રાશિના જાતકો પર મહેરબાન રહે છે. પરંતુ આ સમયે સિંહ રાશિ પર શનીની સાડાસાતી ચાલી રહી છે, પરંતુ સૂર્ય તેને રાહત અપાવશે. કાર્યસ્થળ પર લાભ થશે. કોઈ અટવાયેલા કામ પૂરા થઈ શકે છે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos