Surya Gochar 2025: સૂર્ય કરશે શુક્રની રાશિમાં ગોચર, 6 જાતકોને મળશે અઢળક પૈસા, સન્માન અને સફળતા
Surya Gochar 2025 In Taurus: સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે અને આ સમયે મેષ રાશિમાં ગ્રહોના રાજા ગોચર કરી રહ્યાં છે. 15 મેએ સૂર્ય દેવ શુક્રની રાશિ વૃષભમાં ગોચર કરશે.
વૃષભ રાશિના સ્વામી શુક્ર
સૂર્ય સિંગ રાશિના સ્વામી છે અને મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે. 15 મેએ સૂર્યનું ગોચર વૃષભ રાશિમાં થવાનું છે. વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે અને સૂર્યની સાથે શુક્રનો મિત્રતા ભાવ છે. તેવામાં કેટલાક જાતકો પર સૂર્યના ગોચરની સારી અસર થશે અને આ જાતકોને લાભ મળશે.
6 ભાગ્યશાળી રાશિઓ
સૂર્યના વૃષભ રાશિમાં ગોચર કરવાથી દરેક જાતકો પર અસર થશે, પરંતુ 6 રાશિઓ એવી છે જેના માટે સૂર્યનું ગોચર સકારાત્મક રહેશે. આવો તે છ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતક માટે સૂર્યનું વૃષભ રાશિમાં ગોચર નવા માર્ગ ખોલી શકે છે. સૂર્યના પ્રભાવથી સુખ મળશે. પરંતુ થોડી શારીરિક પીડા થઈ શકે છે, પરંતુ રાજ્ય સરકારના વિભાગોમાં વેઇટિંગમાં લાગેલા કામ પૂર્ણ થશે. સરકારી ટેન્ડર માટે અરજી કરવી અનુકૂળ પરિણામ આપી શકે છે. શાસન સત્તાનો સાથ મળશે. માન-સન્માન અને પ્રતિષ્ઠા વધશે. ધન લાભનો નવો માર્ગ ખુલશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર શાનદાર સફળતા અપાવનાર સાબિત થશે. અટવાયેલા કામ પૂરા થશે. નેતૃત્વ ક્ષમતા વધશે. પરિવારના પરિષ્ઠ સભ્યોનો સાથ મળશે. જાતક સંતાનના દાયિત્વને પૂરુ કરી શકશે. નવદંપત્તિ માટે સંતાન પ્રાપ્તિનો યોગ બનશે. પ્રેમ સંબંધમાં થોડી ઉદાસિનતા રહેશે પરંતુ પ્રેમ લગ્ન સંબંધિત વાત આગળ વધી શકે છે. કોઈ પ્રકારની ઉતાવળ કરવાની જરૂર નથી, વાત આગળ વધી જશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર વિશેષ લાભ આપનાર સાબિત થઈ શકે છે. ચારે દિશામાં જાતકને સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં વિસ્તાર થશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. સમાજમાં સન્માન વધશે. જીવન સંબંધી મામલાના ઉકેલ માટે રસ્તા ખુલશે. ગાડી ખરીદવાની તક મળી શકે છે. અચાનક ધનલાભનો યોગ બની રહ્યો છે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર વરદાનની જેમ કામ કરશે. ગુપ્ત શત્રુનો પરાજય થશે અને કોર્ટ સંબંધી મામલામાં જીત થઈ શકે છે. શાસન સત્તાનો સાથ મળશે. વધુ ભાગદોડથી થાક વધશે. કાર્યક્ષેત્રમાં વિસ્તારનો માર્ગ ખુલશે. રિસર્ચ અને સંશોધનનું કામ કરનારને સફળતા મળશે. નોકરીમાં સ્થાન પરિવર્તનનો યોગ બની રહ્યો છે. તે તરફ કરેલા પ્રયાસો સફળ થશે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર સુખદ પરિણામ આપનાર સાબિત થશે. વિદ્યાર્થીઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સમય સારો હશે. નોકરી શોધવાનું કાર્ય પૂર્ણ થશે. વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવનાર જાતકોને સારા સમાચાર મળશે. સરકારી વિભાગોમાં અટવાયેલા કામ પૂરા થશે. ચૂંટણી સંબંધી નિર્ણય કરી શકશો. મોટા નિર્ણય લેવાની ક્ષમતા વધશે અને કમાણીમાં વધારો થશે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે સૂર્યદેવનું રાશિ પરિવર્તન લાભદાયક રહી શકે છે. જાતક પરાક્રમી થશે અને મોટા નિર્ણય લઈ શકશે. જાતક દ્વારા કરવામાં આવેલા કાર્યની પ્રશંસા કરવામાં આવશે. સમાજમાં માન સન્માન વધશે. સન્માનિત પદની જવાબદારી મળી શકે છે. પરિવારમાં માંગલિક કાર્ય થઈ શકે છે. મકાન કે ગાડી ખરીદવાનો માર્ગ ખુલી શકે છે. કોઈ અચલ સંપત્તિ ખરીદવાની તક મળી શકે છે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos