10 વર્ષ બાદ ગ્રહોના રાજા સૂર્ય કરશે ગુરૂના નક્ષત્રમાં પ્રવેશ, આ જાતકોને અપાર ધન સાથે મળશે પદ-પ્રતિષ્ઠા

Surya Gochar effects rashifal: વૈદિક પંચાગ અનુસાર 6 જુલાઈએ સૂર્ય દેવ પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રના સ્વામી ગુરૂ છે. તેવામાં કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
 

સૂર્ય ગોચર

1/5
image

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર રાશિની સાથે નક્ષત્ર પરિવર્તન કરે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે સૂર્ય દેવ 6 જુલાઈએ પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રના સ્વામી ગુરૂ બૃહસ્પતિ છે. તેવામાં કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ સમયે તમને પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે. આવો તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.

ધન રાશિ

2/5
image

તમારા લોકો માટે સૂર્ય દેવનું નક્ષત્ર પરિવર્તન લાભદાયક રહી શકે છે. આ દરમિયાન તમારી આવકમાં વધારો થઈ શકે છે. સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા છાત્રોને સફળતા મળી શકે છે. નોકરીમાં પ્રમોશનનો યોગ બની રહ્યો છે, તમારા કામની પ્રશંસા થશે. વેપારીઓને સારો લાભ થશે. આ સમયે તમારી ઈચ્છાઓની પૂર્તિ થશે. તમે આ દરમિયાન પ્રોપર્ટીની લેતી-દેતી કરી શકો છો.

સિંહ રાશિ

3/5
image

સૂર્ય દેવનું નક્ષત્ર પરિવર્તન સિંહ રાશિના જાતકો માટે શુભ ફળયાદી સિદ્ધ થઈ શકે છે. આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. સાથે સમાજમાં તમે વધુ લોકપ્રિય થશો. તમને માન-સન્માન પ્રાપ્ત થઈ શકે છે. સાથે કોઈ પ્રોપર્ટી કે વાહન ખરીદી શકો છો. આ સમયમાં નોકરી કરનાર જાતકોને પ્રમોશન સાથે ઈન્ક્રીમેન્ટ મળી શકે છે. સાથે આર્થિક દ્રષ્ટિએ આ સમય લાભકારી રહેશે.

મેષ રાશિ

4/5
image

તમારા લોકો માટે સૂર્ય દેવનું નક્ષત્ર પરિવર્તન શુભ સાબિત થઈ શકે છે. આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. સાથે આવકના નવા-નવા સ્ત્રોત બની શકે છે. પારિવારિક જીવનમાં શાંતિ રહેશે અને સંબંધ મજબૂત બનશે. પરિણીત લોકો માટે આ સમય અનુકૂળ છે, જ્યારે કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. સાથે આ દરમિયાન બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. સાથે વેપારીઓને ધનલાભ થઈ શકે છે.

5/5
image

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.