Surya Gochar 2025: 15 જૂનથી 1 મહિનો આ રાશિવાળાઓ સતર્ક રહે, સૂર્યનું રાશિ પરિવર્તન આ લોકો માટે અશુભ
Surya Gochar 2025: 15 જૂન 2025 ના રોજ સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મિથુન રાશિમાં પહેલાથી જ ગુરુ અને બુધ ગોચર કરે છે. મિથુન રાશિમાં સૂર્યના પ્રવેશથી દરેક રાશિ પર અલગ અલગ પ્રભાવ જોવા મળશે. સૂર્યનું ગોચર ખાસ તો આ રાશિઓને પ્રતિકૂળ પરિણામ આપનાર સાબિત થશે. તેથી 15 જૂનથી 1 મહિના સુધી આ રાશિના લોકોએ ખૂબ સંભાળીને રહેવું પડશે નહીં તો નુકસાન થઈ શકે છે.
મેષ રાશિ
સૂર્યનું ગોચર મેષ રાશિના લોકો માટે પ્રતિકૂળ રહેવાનું છે. મહત્વપૂર્ણ કાર્ય અટકી શકે છે, શિક્ષા અને પ્રતિયોગિતાની બાબતમાં સાવધાની રાખવી. વેપારમાં આર્થિક નુકસાન થઈ શકે છે. લગ્નજીવનમાં સમસ્યા આવી શકે છે.
વૃષભ રાશિ
સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. લડાઈ-ઝઘડા ટાળવાનો પ્રયત્ન કરો. આ સમય દરમિયાન સાવધાન રહો. પરિવારમાં મનમુટાવ થઈ શકે છે. કાર્યસ્થળ પર પરેશાની થઈ શકે છે. સંતાન પક્ષ તરફથી કષ્ટ વધી શકે છે. સામાજિક પ્રતિષ્ઠા ઘટી શકે છે.
સિંહ રાશિ
આ ગોચરથી સિંહ રાશિના લોકોમાં અહંકાર આવી શકે છે. દાંપત્યજીવનમાં સંઘર્ષ વધી શકે છે. બિઝનેસમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આર્થિક વ્યવહારોમાં સાવધાન રહેવું. મોટી નુકસાન થઈ શકે છે.
ધનુ રાશિ
સૂર્ય ગોચરથી ધનુ રાશિના લોકોને મિશ્રિત પરિણામ પ્રાપ્ત થશે. જીવનમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે. નોકરીમાં સ્થિતિ સામાન્ય રહેશે. વેપારમાં આર્થિક નુકસાન થઈ શકે છે.
મકર રાશિ
વાણી પર નિયંત્રણ રાખવું. ક્રોધ કરવાથી બચો. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. છેતરપીંડીથી આર્થિક નુકસાન થવાની સંભાવના. વેપાર માટે સમય મુશ્કેલ
Trending Photos