Surya Gochar: 14 એપ્રિલથી સૂર્ય ઉચ્ચ રાશિ મેષમાં કરશે ગોચર, મેષ સહિત 3 રાશિનું ભાગ્ય પલટી મારશે, નોકરી-વેપારમાં થશે લાભ

Surya Gochar 2025: ગ્રહોના રાજા સૂર્ય 14 એપ્રિલ 2025 ના રોજ રાશિ પરિવર્તન કરી મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં સૂર્યના ગોચરથી દરેક રાશિના લોકોને અસર થશે. 3 રાશિ એવી છે જેમના માટે સૂર્યનું રાશિ પરિવર્તન શુભ સાબિત થશે. 
 

14 એપ્રિલ 2025

1/5
image

14 એપ્રિલ 2025 થી સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં ગોચર કરશે. મેષ રાશિમાં સૂર્યના પ્રવેશથી મેષ સહિત 3 રાશિના લોકોનું ભાગ્ય પલટી મારશે. આ રાશિના લોકોને કરિયર, વેપાર, સામાજિક જીવન, પારિવારિક જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થશે.  

મેષ રાશિ

2/5
image

મેષ રાશિ સૂર્યની ઉચ્ચ રાશિ છે. પોતાની ઉચ્ચ રાશિમાં રહી સૂર્ય આ રાશિના લોકોને શુભ ફળ આપશે. બૌદ્ધિક ક્ષમતા વધશે. સામાજિક અને પારિવારિક સ્તર પર સરાહના થશે. કરિયર સંબંધિત સમસ્યા દુર થશે.   

કર્ક રાશિ

3/5
image

સૂર્ય દશમ ભાવમાં ઉચ્ચ સ્થાનમાં હશે તેથી આ સ્થિતિ કર્ક રાશિ માટે શુભ છે. ઈચ્છીત નોકરી મળી શકે છે. નોકરી કરતા લોકોની પદોન્નતિ થઈ શકે છે. પારિવારિક જીવનમાં ફેરફાર જોવા મળી શકે છે. ધન સંબંધિત સમસ્યા દુર થશે.   

ધનુ રાશિ

4/5
image

સૂર્ય પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળતા અપાવશે. વિદ્યાર્થીઓને લાભ થશે. પ્રેમ સંબંધો માટે પણ આ સમય સારો સાબિત થશે. લવ પાર્ટનર સાથે ફરવા જવાનું થઈ શકે છે. સંબંધોમાં પ્રેમ વિશ્વાસ વધશે. આ રાશિના લોકો સામાજિક સ્તર પર નવી ઓળખ મેળવી શકશે.    

5/5
image