Photos: હે ભગવાન! 4 વહુઓના ઘરેણા લઈને સાસુ 30 વર્ષના જુવાનજોધ પ્રેમી સાથે ભાગી ગઈ, જાણો શું કહે છે પતિ
ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં ઘરમાં 4-4 વહુઓ હોવા છતાં સાસુ તેના 30 વર્ષના પ્રેમી સાથે ભાગી ગઈ. એટલું જ નહીં આ સાસુ પર આરોપ છ કે તે તેની વહુઓના દાગીના પણ તેની સાથે લઈ ગઈ છે.
આ ઘટના જખૌરા પોલીસ મથક હદ હેઠળ આવતા સાંકરવાર કલાગ્રામની છે. પીડિત પતિએ પહેલા જખૌરા પોલીસને ફરિયાદ કરી પરંતુ કોઈએ ન્યાય કર્યો નહીં ત્યારે હવે તેણે મુખ્યમંત્રીને પત્ર લખીને ન્યાય અપાવવાની માંગણી કરી છે. પીડિત પતિ હરિરામ પાલે આરોપ લગાવ્યો છે કે તેની પત્ની ભગવતીને બે મહિના પહેલા તેનો 30 વર્ષનો પ્રેમી કૃષ્ણપાલ ઝા પોતાની સાથે ફોસલાવીને લઈ ગયો છે. આ સાથે જ ઘરમાં પડેલા વહુઓના દાગીના પણ લઈને ભાગી ગયા છે. જેની ફરિયાદ જખૌરા પોલીસ મથકમાં કરી હતી પરંતુ તેની કોઈ સુનાવણી થતી નથી. આથી હવે તેણે સીએમના નામે પત્ર લખીને પોલીસ અધીક્ષક કાર્યાલય પહોંચીને ન્યાય અપાવવાની માંગણી કરી છે.
પતિ હરિરામ પાલનું કહેવું છે કે ભગવતી લગભગ બે મહિના પહેલા અચાનક ઘરેથી ગૂમ થઈ ગઈ. પહેલા તો વિચાર્યું કે તે કોઈ સંબંધીના ઘરે ગઈ હશે પરંતુ જ્યારે કોઈ અત્તોપત્તો ન મળ્યો તો ઘરમાં રાખેલા વહુઓના દાગીના પણ ગાયબ થઈ ગયા ત્યારે અસલ મામલો ખબર પડી. વહુઓ પણ પરેશાન છે જ્યારે ખબર પડી તો ભરોસો જ તૂટી ગયો. વહુઓનું કહેવું છે કે એક બાજુ સમાજમાં બદનામી ઝેલવી પડી છે અને બીજી બાજુ વર્ષોની જમાપૂંજી પણ જતી રહી.
બીજી બાજુ મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે પોલીસનું આ મામલે કહેવું છે કે મહિલા પોતે જ પોલીસ મથકમાં આવી હતી અને કહ્યું હતું કે તે તેના પતિ અને પરિવાર સાથે રહેવા માંગતી નથી. પોલીસ મુજબ મહિલા વયસ્ક છે અને તેણે મરજીથી નિર્ણય લીધો છે. આવામાં તેમના દ્વારા કોઈ કાનૂની કાર્યવાહી થઈ નથી. મહિલાએ પોતાની ઈચ્છા જતાવી હતી અને આવામાં બળજબરીથી કોઈ કાનૂની કાર્યવાહી ન કરી શકીએ.
Trending Photos