રાજકિય સન્માન સાથે વિજય રૂપાણીને અપાઈ અંતિમ વિદાઈ, પૂર્વ CM પંચમહાભૂલમાં વિલીન

Vijay Rupani Funeral: ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. તેમના અંતિમ દર્શન માટે અનેક દિગ્ગજ રાજકીય નેતાઓ આવી પહોંચ્યા છે. જેમા ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી, સી.આર.પાટીલ, રાજ્યપાલ, કુમાર સ્વામી, સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના રાજકીય અગ્રણીઓ સામેલ છે. વિજય રૂપાણીના નિવાસસ્થાનની બાજુમાં આવેલા મહાદેવ મંદિરે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ જે બાદ તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

1/8
image

વિજય રૂપાણીની અંતિમ યાત્રામાં આ રાજકોટ ભાજપના તમામ નેતાઓ સહિત વિપક્ષના નેતાઓ પણ પહોંચ્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ તેમના લોક લાડીલા નેતાને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા છે. વિજય રૂપાણીના આકસ્મિક મૃત્યુથી રાજકોટવાસીઓ ઘેરા આઘાતમાં છે અને સમગ્ર રાજકોટ શહેરમાં એક ગમગીની છવાઈ ગઈ છે.

2/8
image

રૂપાણી પરિવારને પાર્થિવદેહ સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2.30 વાગ્યે પરિવાર હીરાસર એરપોર્ટ પહોંચ્યો હતો. જ્યાંથી તેમને ગ્રીનલેન્ડ ચોકડી અને ત્યાર બાદ વિવિધ વિસ્તારો થઈને નિર્મલા રોડ પરની પ્રકાશ સોસાયટીમાં આવેલા તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા હતા.

3/8
image

આજે રાજકોટના વિવિધ માર્ગો પરથી વિજય રૂપાણીની અંતિમ યાત્રા નીકળી હતી, એ સમયે સમગ્ર રાજકોટવાસીઓ તેમના અંતિમ દર્શન માટે ઉમટ્યા હતા. પોતાના માનીતા નેતાની અણધારી વિદાય છે રાજકોટવાસીઓ ઘેરા શોકમાં ડૂબ્યા છે અને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપતા જોવા મળ્યા હતા.

4/8
image

પૂર્વ મુખ્યમંત્રી પાર્થિવ દેહ એર એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટ લઈને આવવામાં આવ્યો હતો. સાંજે તેમની અંતિમયાત્રા નિકળી ત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આખું રાજકોટ જાણે હિબકે ચઢ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

5/8
image

ગ્રીન લેન્ડ ચોકડીથી તેમના નિવાસ સ્થાને તેમનો પાર્થિવ દેહ લઈ જવામાં આવ્યો હતો. જેમા ગ્રીન લેન્ડ ચોકડી ખાતે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ફૂલોથી શણગારવામાં આવેલી શબવાહિનીમાં વિજયભાઈના પાર્થિવદેહને રાખવામાં આવ્યો હતો.  

6/8
image

અંતિમયાત્રા કાઢ્યા બાદ વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા.ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યા હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

7/8
image

બે કલાક ચાલેલી સ્મશાનયાત્રામાં હૈયેહૈયું દળાય એટલી ભીડ જામી હતી. તેમજ રાજકોટવાસીઓ તેમના પ્રિય નેતા વિજય રૂપાણીના અંતિમ દર્શન કરવા અને અંજલિ આપવા માટે લાઇનો લગાવી હતી. વરસતા વરસાદમાં પણ વિજયભાઈને વિદાય આપવા લોકોની ભીડ જામતી જતી હતી.

8/8
image

ઉલ્લેખનીય છે કે પ્લેનક્રેશમાં તેમનું નિધન થયા બાદ 70 કલાક પછી તેમનું DNA મેચ થયું અને તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો. આજે રાજકીય સન્માન સાથે તેમની અંતિમવિધી કરવામાં આવી હતી. જેમા ભાજપના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી.