Nicknames: બેબી-જાનુ.. જુના થઈ ગયા, બોયફ્રેન્ડ માટેના આ મોડર્ન નામ છે ટ્રેંડમાં
Modern Nicknames for Partner: જો તમે પણ તમારા પાર્ટનરને મોડર્ન અને યુનિક નામથી બોલાવવા માંગો છો તો આજે તમને કેટલાક યૂનીક અને ટ્રેંડી નામ વિશે જણાવીએ. આ નામ આજકાલ ખૂબ ચાલે છે.
Trending Photos
Modern Nicknames for Partner: જ્યારે બે વ્યક્તિ એકબીજાના પ્રેમમાં હોય છે તો તેઓ એકબીજાને બોલાવવા માટે અલગ અલગ નામનો ઉપયોગ કરે છે. એક સમય હતો જ્યારે બેબી, જાનૂ, સોના, ડાર્લિંગ જેવા શબ્દો ચાલતા હતા પરંતુ હવે આ શબ્દો જૂના થઈ ગયા છે. આજના સમયમાં છોકરી પોતાના પાર્ટનરને બોલાવવા માટે કેટલાક યૂનીક અને ટ્રેંડી નામનો ઉપયોગ કરે છે. આ નામ કયા છે અને તેનો અર્થ શું થાય ચાલો તમને જણાવીએ.
બેપેઉ - આ એક કોરિયન શબ્દ છે જેનો અર્થ થાય છે બેસ્ટ ફ્રેન્ડ. એટલે કોઈ છોકરી તમને મેસેજમાં Bepeu કહે તો સમજી લેજો તમને એ ફ્રેન્ડ જ માને છે.
બે - બે એક નાનકડો શબ્દ છે જેનો અર્થ થાય છે બિફોર એનીવન એલ્સ... એટલે કે બધાથી પહેલા... આ નામ આજકાલ ટ્રેંડમાં છે. છોકરીઓ પોતાના પાર્ટનરને બે કહીને બોલાવતી હોય છે.
ફોક્સી - બોયફ્રેન્ડ માટે છોકરીઓ ફોક્સી નામ પણ યુઝ કરે છે. આ નામ યૂનીક અને ક્યૂટ છે.
બોયટોય - જો બોયફ્રેન્ડ કુલ હોય તો છોકરીઓ તેને બોયટોય નામથી પણ બોલાવે છે.
હનીબની - બોયફ્રેન્ડ માટે ક્યૂટ નામ હનીબની પણ છે.
બો - બો એકદમ નાનકડું અને પ્રેમ ભર્યું નામ છે. છોકરીઓ પોતાના બોયફ્રેન્ડને આ નામથી પણ બોલાવે છે.
બ્યૂ - બ્યૂ આજકાલ ટ્રેંડમાં છે. બ્યૂ શબ્દનો અર્થ જ બોયફ્રેંડ થાય છે.
પંપકિન - પંપકિનનો અર્થ આમ તો કદ્દુ થાય છે પરંતુ છોકરીઓ બોયફ્રેન્ડને આ નામે બોલાવતી હોય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે