Astrology: બેલ્ટ વાળી કે ચેઈન વાળી બે માંથી કઈ ઘડિયાળ પહેરવી શુભ ? ભાગ્ય સાથે ઘડિયાળનો છે ગાઢ સંબંધ

Astrology Rules Related to Wrist watch: સમય જોવા માટે કાંડા પર ઘડિયાળ બાંધવામાં આવે છે. ઘડિયાળમાં બે પ્રકાર હોય છે, એક પટ્ટાવાળી અને બીજી ચેઈનવાળી ઘડિયાળ. આ બંને ઘડિયાળનો ભાગ્ય સાથે સંબંધ હોય છે. 
 

Astrology: બેલ્ટ વાળી કે ચેઈન વાળી બે માંથી કઈ ઘડિયાળ પહેરવી શુભ ? ભાગ્ય સાથે ઘડિયાળનો છે ગાઢ સંબંધ

Astrology Rules Related to Wrist watch: ઘડિયાળ સમય જોવા માટે હોય છે. લોકો ફેશન અને શોખ અનુસાર અલગ અલગ પ્રકારની ઘડિયાળો પહેરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા કાંડા પર બાંધેલી ઘડિયાળ તમારા ભાગ્યને પ્રભાવિત કરે છે ? વાસ્તુ શાસ્ત્ર અનુસાર કાંડા ઘડિયાળનો બેલ્ટ વાસ્તુ પ્રમાણે ખૂબ મહત્વ ધરાવે છે. તેવામાં એ જાણવું જરૂરી થઈ જાય છે કે પટ્ટા વાળી ઘડિયાળ પહેરવી શુભ છે કે ચેઈનવાળી ઘડિયાળ વધારે શુભ. આજે તમને આ નિયમ અંગે વિસ્તારથી જણાવીએ.

કેવી ઘડિયાળ પહેરવી શુભ ?

વાસ્તુ શાસ્ત્ર અનુસાર રબર કે લેધરના પટ્ટાવાળી ઘડિયાળ ઈંસુલેટિંગ મટીરિયલથી બની હોય છે. જેના કારણે શરીરમાં વહેતી ઊર્જા એ પટ્ટાની આગળ નથી વધી શકતી. તેના કારણે બીમારીનું જોખમ અને ભાગ્ય ચક્રમાં બાધા આવી શકે છે. જ્યારે મેટલના પટ્ટા વાળી ઘડિયાળ શરીરમાં ઊર્જાનો પ્રવાહ વધારે છે. જેના કારણે વ્યક્તિ હંમેશા ફીટ અને એક્ટિવ રહે છે અને તેને કાર્યમાં સફળતા મળતી રહે છે. 

પટ્ટા વાળી ઘડિયાળ પહેરવાથી શું થાય ?

વાસ્તુ અનુસાર જ્યારે શરીરમાં પ્રાકૃતિક રીતે ઊર્જા વહેતી હોય તેમાં બાધા આવે તો ધ્યાનમાં ખામી, બેચેની, ચીડિયાપણું, થાક, બીમારી જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. શરુઆતમાં આ સમસ્યા સ્પષ્ટ રીતે અનુભવાતી નથી. પરંતુ ધીરે ધીરે વ્યક્તિને તેનો અનુભવ થવા લાગે છે. ત્યાં સુધીમાં ઘણું નુકસાન થઈ ચુક્યું હોય છે. 

ઘડિયાળ પહેરતી વખતે આ વાતનું રાખો ધ્યાન

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ લેધર બેલ્ટ પહેરે છે તો તેનો ઉપયોગ બંધ કરી દેવો અથવા ઓછો કરવો. આ સિવાય ઘડિયાળ એવી જ પહેરવી જે ચાલતી હોય. બંધ ઘડિયાળ પહેરવી નહીં. બંધ ઘડિયાળ પહેરવાથી એનર્જીનો પ્રવાહ અટકી જાય છે. જેના કારણે દુર્ભાગ્ય વધે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news