Gold : સોનામાં પણ હોય પાવર, આ 5 રાશિઓના લોકોને જ ફળે સોનું, વૃષભ સહિતની 4 રાશિઓને હંમેશા કરાવે નુકસાન

Gold For Zodiac Signs: જ્યોતિષ શાસ્ત્રમાં સોના વિશે ખાસ જાણકારી આપેલી છે. સોનું પાવરફુલ ધાતુ છે અને તે રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક અસર કરે છે. એટલે કે કેટલીક રાશિઓ માટે સોનું શુભ સાબિત થાય છે તો કેટલીક રાશિને નુકસાન કરાવે છે. 
 

Gold : સોનામાં પણ હોય પાવર, આ 5 રાશિઓના લોકોને જ ફળે સોનું, વૃષભ સહિતની 4 રાશિઓને હંમેશા કરાવે નુકસાન

Gold For Zodiac Signs: સોનુ પહેરવું દરેકને ગમે છે. જોકે હાલ સોનાના ભાવ જે રીતે વધી રહ્યા છે તેને જોઈને તો કેટલાક લોકો માટે સોનું ખરીદવું પણ સપના જેવું છે. દરેક વ્યક્તિને સોનાથી બનેલા આભૂષણ આકર્ષિત કરે છે. લોકો આખું વર્ષ થોડી થોડી બચત કરીને શુભ અવસર માટે સોનું ખરીદતા પણ હોય છે. માથાથી લઈને પગ સુધીના અંગો માટે સોનાના આભૂષણ ઉપલબ્ધ હોય છે. જોકે સોનું એવી ધાતુ છે જેને ધારણ કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોનું પાવરફુલ ધાતુ છે. વ્યક્તિ પર તેની સકારાત્મક અને નકારાત્મક અસર પણ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે કેટલીક રાશિ માટે સોનું પહેરવું અત્યંત શુભ છે તો કેટલીક રાશિઓએ સોનું પહેરવાનું ટાળવું જોઈએ. આ રાશિઓ સોનું પહેરે તો તેને શુભ ફળ મળતું નથી. તો ચાલો તમને જણાવીએ કઈ રાશિએ સોનું પહેરવું અને કઈ રાશિના લોકોએ સોનું ન પહેરવું. 

આ રાશિઓ માટે સોનું ભાગ્યશાળી સાબિત થાય

સિંહ રાશિ 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર સિંહ રાશિના લોકો માટે સોનું ભાગ્યશાળી સાબિત થાય છે. અગ્નિ તત્વની રાશિ છે અને તેનો સ્વામી ગ્રહ સૂર્ય છે. સિંહ રાશિના લોકોને કરિયરમાં સફળતા મળી શકે છે. સોનું પહેરવાથી આ રાશિના લોકોને સફળતા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સમૃદ્ધિ વધે છે. 

તુલા રાશિ 

સોનું પહેરવું તુલા રાશિ માટે પણ શુભ છે. માનવામાં આવે છે કે આ રાશિના લોકો સોનું પહેરે તો જીવનમાં ધનની ખામી ક્યારેય સર્જાતી નથી તેમની સમૃદ્ધિ વધતી જાય છે. આ રાશિના લોકો સોનું ધારણ કરે તો  જીવનની પરેશાનીઓથી પણ છુટકારો મળે છે. 

કન્યા રાશિ 

કન્યા રાશિના લોકો માટે પણ સોનું શુભ ગણાય છે તેમના જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે છે. સોનાના પ્રભાવથી આ રાશિના લોકોને કારકિર્દીમાં સફળતા મળે છે અને જીવનમાં સમૃદ્ધિ અને માન સન્માન વધે છે. 

મકર રાશિ 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોનાના આભૂષણ મકર રાશિના લોકો પણ ધારણ કરે તો તેમને ભાગ્યોનો સાથ મળે છે. જીવનની નેગેટિવિટીથી છુટકારો મળે છે અને જીવનમાં આર્થિક સ્થિરતા અને કારકિર્દીમાં સફળતા મળે છે. 

મીન રાશિ 

મીન રાશિના લોકો માટે પણ સોનું પહેરવું શુભ રહે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જમીન રાશિના લોકો સોનાના દાગીના પહેરે તો જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે આ રાશિના લોકોના જીવનમાં સોનું આર્થિક સ્થિરતા વધારે છે. 

કઈ રાશિના લોકોએ સોનું ન પહેરવું ?

જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોનું પહેરવું કેટલીક રાશિના લોકો માટે અશુભ માનવામાં આવે છે. આ રાશિના લોકોને સોનું ફળતું નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ, વૃશ્ચિક, મિથુન અને કુંભ રાશિના લોકોએ સોનું પહેરવાથી બચવું જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news