Hinglaj Mandir: બલૂચિસ્તાનમાં છે પાકિસ્તાનનું સૌથી પ્રસિદ્ધ હિંદૂ મંદિર, અહીં મુસ્લિમો પણ શ્રદ્ધાથી ઝુકાવે માથું
Hinglaj Mata Mandir: પાકિસ્તાનમાં ઘણા પ્રસિદ્ધ હિંદૂ મંદિર આવેલા છે. જેમાં સૌથી મુખ્ય છે હિંગળાજ માતા મંદિર. આ મંદિર પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એ જગ્યાએ છે જ્યાં બલોચ આર્મીએ કોહરામ મચાવ્યો છે.
Trending Photos
Hinglaj Mata Mandir: 1947 માં તેના પાકિસ્તાનના ભાગ પડ્યા તો ઘણા હિન્દુ મંદિર પાકિસ્તાનમાં ગયા હતા. જેમાંથી એક છે 51 શક્તિપીઠમાંથી એક હિંગળાજ માતાનું મંદિર. હિંગળાજ માતાનું મંદિર પાકિસ્તાનના એ વિસ્તારમાં છે જે બલુચિસ્તાન આવેલું છે. હાલ જ્યાં બલુચ આર્મી એ પાકિસ્તાનના સૈનિકો પર હુમલો કરી દીધો છે. બલોચ આર્મી એ આ વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકો પર હુમલા કર્યો છે અને જાણકારી એવી પણ સામે આવી છે કે આ હુમલામાં 12 પાકિસ્તાની સૈનિકો એ જીવ ગુમાવ્યો છે. આ બલુચિસ્તાનના લસબેલા વિસ્તારમાં હિંગળાજ માતાનું મંદિર આવેલું છે. આ મંદિર ફક્ત હિન્દુઓનું જ નહીં પરંતુ મુસ્લિમોની આસ્થાનું કેન્દ્ર પણ છે.
હિંગળાજ માતાના મંદિરમાં નવરાત્રીનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રીમાં માતાનો દરબાર સજાવવામાં આવે છે અને દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે. હિંગળાજ માતાના મંદિરે પહોંચવું અમરનાથ યાત્રા કરતા પણ મુશ્કેલ માનવામાં આવે છે.
હિંગળાજ માતાના મંદિરના રસ્તામાં હજાર ફૂટ ઊંચા ઊંચા પર્વત અને દૂર સુધી ફેલાયેલું રણ આવે છે. અહીં જંગલ વિસ્તાર પણ છે. સાથે જ અહીં ડાકુ અને આતંકીઓનો ભય પણ રહે છે. સૌથી મુશ્કેલ વાત એ છે કે પાકિસ્તાની સેના કે પોલીસ અહીં જનાર ભક્તો માટે કોઈ જ સુરક્ષા વ્યવસ્થા રાખતી નથી જેના કારણે યાત્રા વધારે મુશ્કેલ થઈ જાય છે.
હિંગળાજ મંદિરની યાત્રા એકલા કરવાની મનાઈ
હિંગળાજ માતાના દર્શન કરવા મુશ્કેલ એટલા માટે પણ થઈ જાય છે કે અહીં એકલા વ્યક્તિને યાત્રા કરવાની મનાઈ છે. 30 થી 40 લોકો એક સાથે જ અહીં મંદિરે દર્શન કરવા જઈ શકે છે અને તેમણે પોતાની રક્ષા ની વ્યવસ્થા પોતે જ કરવી પડે છે. હિંગળાજ માતાનું મંદિર કરાચી થી 250 કિલોમીટર દૂર છે. શ્રદ્ધાળુઓને 4 પડાવ અને 55 km ની પદયાત્રા કરીને હિંગળાજ મંદિર પહોંચવું પડે છે.
મુસ્લિમો માટે નાની મંદિર
હિંગળાજ માતાનો ચમત્કાર અને પ્રભાવ એવો છે કે આ સ્થળે મુસ્લિમો પણ શ્રદ્ધાથી સર ઝુકાવે છે. મુસ્લિમ લોકો આ મંદિરને બીબી નાની પીર અથવા તો નાની મંદિર કહે છે. આ જ કારણ છે કે હિંગળાજ માતાના મંદિરે જતા રસ્તામાં ઘણા બધા બોર્ડ આવે છે જેમાં હિંગળાજ માતાના મંદિરની જગ્યાએ નાની મંદિર લખેલું હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે