Shani Uday: આ 5 રાશિવાળાઓના દુઃખના દહાડા પુરા, શનિના ઉદયથી આજથી પલટાશે 5 રાશિઓનું નસીબ

Shani Uday in Meen Rashi: 9 એપ્રિલ 2025 અને બુધવારે સવારે 5.03 મિનિટથી શનિ મીન રાશિમાં ઉદય થયા છે. શનિના ઉદય થવાથી કેટલીક રાશિઓનો ભાગ્યોદય થવાની શરુઆત થઈ જશે.
 

Shani Uday: આ 5 રાશિવાળાઓના દુઃખના દહાડા પુરા, શનિના ઉદયથી આજથી પલટાશે 5 રાશિઓનું નસીબ

Shani Uday in Meen Rashi: જ્યોતિષશાસ્ત્રમાં શનિ ગ્રહની ચાલમાં જ્યારે ફેરફાર થાય છે તો તેને સૌથી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 29 માર્ચ 2025 ના રોજ શનિએ રાશિ પરિવર્તન કર્યું. શનિએ મીન રાશિમાં પ્રવેશ કર્યો પરંતુ તે સમયે શનિ અસ્ત અવસ્થામાં હતા. હવે શનિનો ઉદય થયો છે. 

9 એપ્રિલ 2025 ના રોજ મીન રાશિમાં શનિ ઉદય થયા છે શનિના ઉદય થવાથી પાંચ રાશિના લોકોનો ગોલ્ડન પિરિયડ શરૂ થઈ ગયો તેવું કહેવું ખોટું નહીં ગણાય. શનિના ઉદય થવાથી આ 5 રાશિના લોકોના જીવનમાં ખુશીઓ છવાઈ જશે. તો ચાલો તમને જણાવીએ એ પાંચ ભાગ્યશાળી રાશિ કઈ છે જેમના માટે શનિ શુભ રહેશે. 

વૃષભ રાશિ 

આ રાશિના લોકો માટે શનિનું મીન રાશિમાં ઉદય થવું ફાયદાકારક સાબિત થશે. લાંબા સમયથી કારકિર્દીમાં જે સમસ્યાઓ હતી તે દૂર થશે. અટકેલા કાર્યોમાં ગતિ આવશે. પ્રમોશન સેલેરી ઇન્ક્રીમેન્ટ કે નવી જવાબદારી મળવાના સંકેત છે. કાર્ય સ્થળ પર કામની સહાના થશે. જે લોકોએ તાજેતરમાં જ નવું કામ શરૂ કર્યું છે તેમને હવે સારામાં સારું પરિણામ મળવા લાગશે. આર્થિક રીતે આ સમયે સ્થિરતા આપનાર રહેશે. 

કર્ક રાશિ  

કર્ક રાશિના લોકો માટે પણ આ સમય ભાગ્યશાળી રહેશે. શનિના ઉદય થવાથી જીવનના દરેક ક્ષેત્રો પર અસર થશે. જે સમસ્યાઓ આવી રહી હતી તે દૂર થશે. જે કામ અત્યાર સુધી ટાળી રહ્યા હતા તે હવે પૂરા થશે. ઉચ્ચ શિક્ષણ વિદેશ યાત્રા સંબંધિત ક્ષેત્રમાં લાભ મળવાની સંભાવના. ભાગ્યનું ચક્ર તમારા પક્ષમાં ફરશે અને આત્મવિશ્વાસ વધશે. 

કન્યા રાશિ 

કન્યા રાશિના લોકો માટે પણ શનિનો ઉદય થવું આર્થિક સ્થિરતા લાવનાર રહેશે. પર્સનલ લાઇફમાં જે સમસ્યાઓ ચાલી રહી હતી કે પાર્ટનરશીપમાં જે તકલીફો હતી તે હવે ક્લિયર થવા લાગશે. બિઝનેસમાં ભાગીદારીથી લાભ થશે. વિચાર પરિપક્વ થશે અને સારા પ્લાનિંગ સાથે આગળ વધી શકશો. આ સમય સંબંધોમાં પણ મજબૂતી આપનાર રહેશે. 

ધન રાશિ

ધન રાશીના લોકો માટે આ સમય આત્મબળ વધારનાર અને મહેનતનું ફળ આપનાર રહેશે. છેલ્લા ઘણા સમયથી જે પ્રયત્ન કરી રહ્યા હતા તે હવે પુરા થશે. આ સમય વિચારોને ખુલીને સામે રાખવાનો છે. લોકો તમારી વાતને ગંભીરતાથી લેશે. પ્રમોશન અથવા તો ઇન્ક્રીમેન્ટનો લાભ મળી શકે છે. ઘર પરિવારમાં તમારી ભૂમિકા પહેલા કરતા વધારે મજબૂત બનશે. 

મીન રાશિ 

મીન રાશિના લોકો માટે પણ આ સમયે તારો છે. જીવનના દરેક ક્ષેત્રમાં બદલાવ અને ગ્રોથ મળશે. પર્સનાલિટીમાં પણ ફેરફાર દેખાશે. આત્મવિશ્વાસ વધશે. લોકો તમારી વાતને ગંભીરતાથી લેશે. માનસિક રીતે પહેલા કરતાં વધારે મજબૂત અનુભવ કરશો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news