ટીમની થઈ જાહેરાત, દિગ્ગજ ક્રિકેટરના પુત્રને પસંદગીકારોએ આપી તક, પિતાની જેમ છે ખતરનાક

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની શરૂઆત 20 જૂનથી થશે. બંને દેશો વચ્ચે ટેસ્ટ સિરીઝ 20 જૂનથી 4 ઓગસ્ટ સુધી રમાશે. આ સિરીઝ પહેલા ઈન્ડિયા-એ ટીમે ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ 30 મેથી કેન્ટરબરીમાં બે ચાર દિવસીય મેચ રમવાની છે.
 

ટીમની થઈ જાહેરાત, દિગ્ગજ ક્રિકેટરના પુત્રને પસંદગીકારોએ આપી તક, પિતાની જેમ છે ખતરનાક

IND vs ENG: આઈપીએલ બાદ ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવા ઈંગ્લેન્ડના પ્રવાસે થશે. પ્રથમ ટેસ્ટ મેચ 20 જૂને રમાશે. આ પહેલા ઈન્ડિયા એ અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચે 30 મેથી બે ચાર દિવસીય મેચ રમાવાની છે. આ પહેલા ઈંગ્લેન્ડ લાયન્સે મોટો દાવ રમ્યો છે. પસંદગીકારોએ એક દિગ્ગજ ક્રિકેટરના પુત્રની ઈંગ્લેન્ડ લાયન્સ માટે પસંદગી કરી છે. આ ક્રિકેટર પોતાના પિતાની જેમ ખતરનાક છે.

મહાન ક્રિકેટરના પુત્રને મળી તક
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રુ ફ્લિન્ટોફના પુત્ર રોકી ફ્લિન્ટોફને ઈન્ડિયા એ સામેની બે ચાર દિવસીય મેચ માટે ઈંગ્લેન્ડ લાયન્સ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. રોકી ફ્લિન્ટોફ તેના પિતા એન્ડ્રુ ફ્લિન્ટોફની જેમ ક્રિકેટના મેદાન પર ખૂબ જ ખતરનાક છે. આ વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ઈંગ્લેન્ડ લાયન્સ માટે ટૂર મેચ રમતી વખતે રોકી ફ્લિન્ટોફે10/ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. 9મા નંબર પર બેટિંગ કરી રહેલા રોકી ફ્લિન્ટોફે 9 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા.

પિતાની જેમ ખતરનાક
ઈંગ્લેન્ડ લાયન્સે ઈન્ડિયા-એ વિરુદ્ધ 30 મેથી કેન્ટરબરીમાં શરૂ થઈ રહેલ બે ચાર દિવસીય મેચ માટે પોતાની 14 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં અનુભવી અને યુવા ખેલાડીઓ સામેલ છે. સૌથી ચર્ચિત નામ રોકી ફ્લિન્ટોફનું છે. રોકી એન્ડ્રુ ફ્લિન્ટોફનો પુત્ર છે. રોકીમાં તેના પિતાની છબી જોવા મળે છે. તે 17 વર્ષનો છે અને લેન્કેશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ માટે રમે છે.

કોણ છે રોકી ફ્લિન્ટોફ?
રોકી ફ્લિન્ટોફ જમણા હાથનો બેટ્સમેન અને જમણા હાથનો મધ્યમ ગતિનો બોલર છે. રોકી ફ્લિન્ટોફ લેન્કેશાયર માટે રમનાર સૌથી યુવા ખેલાડી પણ છે. રોકી ફ્લિન્ટોફ ઈંગ્લેન્ડની અંડર-19 ટીમ માટે સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી છે. રોકી ફ્લિન્ટોફે 5 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં તેણે 137 રન બનાવ્યા છે. આ યુવા ક્રિકેટરે 7 લિસ્ટ-એ મેચોમાં 167 રન બનાવ્યા છે. રોકી ફ્લિન્ટોફે જૂન 2024 માં લેન્કેશાયર સાથે કરાર કર્યો હતો. રોકી ફ્લિન્ટોફે 16 વર્ષ અને 113 દિવસની ઉંમરે તેની લિસ્ટ A કારકિર્દીની શરૂઆત કરી હતી. રોકી ફ્લિન્ટોફે 22 ઓગસ્ટ 2024ના રોજ ઓવલ ખાતે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરે સામે લેન્કેશાયર માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું.

ઈન્ડિયા-A વિરુદ્ધ ઈંગ્લેન્ડ લાયન્સની ટીમ
જેમ્સ રીવ (કેપ્ટન), ફરહાન અહેમદ, રેહાન અહેમદ, સોની બેકર, જોર્ડન કોક્સ, રોકી ફ્લિન્ટોફ, એમિલિયો ગે, ટોમ હેઇન્સ, જ્યોર્જ હિલ, જોશ હલ, એડી જેક, બેન મેકકિની, ડેન મૌસલી, અજિત સિંહ ડેલ, ક્રિસ વોક્સ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news