WTC ફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે નામે જોડાયો એક શરમજનક રેકોર્ડ, બન્યો પહેલો ઓસ્ટ્રેલિયન
WTC Final 2025: લોર્ડ્સમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું અને 27 વર્ષ પછી ICC ટ્રોફી પર કબજો કર્યો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની હાર સાથે સ્ટીવ સ્મિથના નામે એક શરમજનક રેકોર્ડ જોડાયો છે. સ્મિથ હવે 2 ICC ફાઇનલ હારનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી બની ગયો છે.
Trending Photos
WTC Final 2025: ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ આ વખતે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. લોર્ડ્સમાં રમાયેલી આ મહત્વપૂર્ણ મેચ જીતીને દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વખત WTC ટાઇટલ જીત્યું છે. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાની બીજી ICC ટ્રોફી જીતવાની 27 વર્ષની રાહ પણ પૂરી થઈ ગઈ છે. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની હાર સાથે સ્ટીવ સ્મિથના નામે એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે. આજ સુધી આ શરમજનક રેકોર્ડ કોઈપણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરના નામે નથી.
સ્મિથની કારકિર્દી પર લાગ્યો 'કલંક'
પહેલી વાર દક્ષિણ આફ્રિકાની ટીમ WTC ફાઇનલ રમી રહી હતી અને પહેલા જ પ્રયાસમાં તેણે ટાઇટલ પર કબજો કર્યો. ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું. આ મેચમાં હાર સાથે સ્ટીવ સ્મિથના નામે એક શરમજનક રેકોર્ડ જોડાયો છે. સ્મિથ હવે ઓસ્ટ્રેલિયા માટે 2 ICC ફાઇનલ હારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. અગાઉ જ્યારે ઇંગ્લેન્ડે 2010 T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું, ત્યારે સ્મિથ પણ ટીમનો ભાગ હતો.
આ ફાઇનલના ત્રીજા દિવસે સ્ટીવ સ્મિથ પણ ઘાયલ થયો હતો. ત્રીજા દિવસે સ્લિપમાં ફિલ્ડિંગ કરતી વખતે મિશેલ સ્ટાર્કની ઓવરમાં સ્મિથની આંગળીમાં ઈજા થઈ હતી. જેના કારણે તેને મેચ છોડીને હોસ્પિટલમાં જવું પડ્યું હતું. ઈજાના કારણે સ્ટીવ ચોથા દિવસે પણ ફિલ્ડિંગમાં આવ્યો ન હતો.
15 વર્ષ પછી ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં હારી ગયું
આઈસીસી ટુર્નામેન્ટની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના નામે સૌથી વધુ આઈસીસી ટ્રોફી પણ છે. હવે ઓસ્ટ્રેલિયાને 15 વર્ષ પછી આઈસીસી ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે